Gujarat

પ્રોહીબીશનના ગુનાના કામે છેલ્લા પાંચ વર્ષથી નાશતા ફરતા આરોપીને પકડી પાડતી કવાંટ પોલીસ

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એ.ડાભી નાઓના સંકલનમાં રહી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાઓ કરેલ જે અનુસંધાને પો.સ.ઇ. સી.એમ.ગામીત તથા ક્વાંટ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો આજ રોજ વિધાન સભા ચુંટણી અન્વયે કાર્યરત કરેલ આંતર રાજ્ય ચોક પોસ્ટ વગુદણ(જા) ખાતે વાહન ચેકીંગની કામગીરીમાં હતા દરમ્યાન ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારે બાતમી હકીકત મેળવેલ કે વખતગઢ તરફથી કવાંટ તરફ આવતી એક સફેદ કલરની બોલેરો પેસેન્જર ગાડીમાં બેસી કવાંટ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના કામે નાશતો ફરતો આરોપી કનુભાઈ નંદુભાઈ અવાસ્યા રહે. આમલા (એમ.પી) નાનો ગુલાબી જેવા કલરનું શર્ટ પહેરી આવે છે જે મળેલ હકીકત આધારે ચેક પોસ્ટ ઉપર સદરી બોલેરો ગાડી આવતા તેને રોકી તેમા તપાસ કરતા તેમા ગુલાબી જેવા કલરનું શર્ટ પહેરેલ ઇસમને તેનુ નામ ઠામ પુછતા તેણે પોતાનુ નામ કનુ ઉર્ફે કરણસિંહ નંદુભાઈ જાતે અવાસ્યા ઉવ.૩૪ રહે. આમલા, કાતર ફળીયા તા. સોંઢવા જિલ્લો અલીરાજપુર (એમ.પી) નો હોવાનુ જણાવેલ જેથી સદરી ઇસમનુ નામ પોકેટ કોપ મોબાઇલમાં નાખી સર્ચ કરતા તેના વિરૂધ્ધ કવાંટ પોલીસ સ્ટેશન III ગુ.ર.નં. 119/2018 પ્રોહી કલમ ૬૫એઇ, ૯૮(૨), ૮૧ મુજબનો ગુનો દાખલ થયેલ હોવાનુ જણાય આવેલ તેમજ સદરી ઇસમન નાશતા ફરતા આરોપીના લીસ્ટમાં જણાય આવતા સદરી ઇસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ કવાંટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનાના કામે છેલ્લા પાંચ વર્ષથી પોતાની ઘરપકડ ટાળી નાસતો ફરતો આરોપીને પકડી પાડવામાં કવાંટ પોલીસને સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *