Gujarat

ઉત્તરાખંડથી ઘૂસ્યા હતા ચીની સૈનિક પુલને પણ તોડ્યો હતો : રિપોર્ટ

લદ્દાખ , તા.૨૯
પૂર્વી લદ્દાખમાં ચીનની સાથે તણાવ બાદથી જ ભારત લગભગ ૩,૫૦૦ કિલોમીટર લાંબી એલએસી પર ચુસ્ત નજર રાખેલી છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે ગયા વર્ષે ૫ મે એ પૂર્વી લદ્દાખમાં સીઝફાયરનુ ઉલ્લંઘન શરૂ થયુ હતુ, આ દરમિયાન પેંગોગ સરોવર નજીક બંને દેશોની વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી. બંને જ દેશોએ આ ક્ષેત્રમાં હથિયારોની સાથે જ હજારો સૈનિકોની તૈનાતીને પણ વધારી દેવાઈ હતી. ભારત અને ચીનની વચ્ચે સૈન્ય અને રાજદ્વારી વાટાઘાટો શરૂ થઈ હતી. પરિણામે બંને દેશોએ ગયા મહિને ગોગરા ક્ષેત્રમાં પોતાના સૈનિકોને હટાવવાનુ શરૂ કર્યુ છે. આ સિવાય ફેબ્રુઆરીમાં પણ બંને દેશોએ એક કરાર હેઠળ પેંગોંગ સરોવરના ઉત્તર અને દક્ષિણ કિનારાથી સૈનિકો અને હથિયારોને હટાવવાની પ્રક્રિયા પૂરી કરી હતી. જાેકે હજુ પણ એલએસીના સંવેદનશીલ ભાગોમાં બંને જ દેશોના પચાસથી સાઠ હજાર સૈનિક તૈનાત છે.લદ્દાખના પૂર્વ ભાગમાં તનાતની બાદ ચીને હવે ઉત્તરાખંડમાં નાપાક હરકત કરી છે. ચીની સેનાના ૧૦૦થી અધિક જવાન બોર્ડર પાર કરીને ભારતમાં ઘૂસ્યા હતા. આ સૈનિક ઉત્તરાખંડના બારાહોતી વિસ્તારમાં ઘૂસ્યા હતા. રિપોર્ટસ અનુસાર આ ચીની સૈનિકોએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચાડ્યુ છે. આ ચીની સૈનિકોએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન પહોંચાડ્યુ છે. રિપોર્ટસ અનુસાર આ ઘટના ૩૦ ઓગસ્ટની છે. આ ચીની સૈનિક ભારતની સરહદના પાંચ કિલોમીટર અંદર ઘૂસ્યા હતા અને તેમની પાસે ૫૦થી વધારે ઘોડા પણ હતા. આ ઘૂસણખોરીના કેટલાક કલાક બાદ ઉત્તરાખંડના બારાહોતી ક્ષેત્રથી ચીની સૈનિક પાછા ફર્યા હતા. તુન જુન લા પાસને પાર કર્યા બાદ ચીનના ૧૦૦થી વધારે સૈનિક ૫૦થી વધારે ઘોડાની સાથે ભારતીય ક્ષેત્રમાં પાંચ કિલોમીટર કરતા પણ વધારે અંદર પહોંચી ગયા હતા. રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે આ સૈનિકોએ પાછા ફર્યા પહેલા આ ક્ષેત્રમાં સ્થિત એક પુલ પર હુમલો કરતા તેને ધ્વસ્ત કરી દીધુ હતુ. આ મુદ્દાને લઈને રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરતા મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. આ ક્ષેત્રમાં ભારત-તિબ્બત સીમા પોલીસના જવાન તૈનાત છે. ભારતીય સૈનિકોએ માહિતી મળ્યા બાદ આ ક્ષેત્રમાં પેટ્રોલિંગ પણ કર્યુ હતુ. રિપોર્ટસ અનુસાર બંને દેશો વચ્ચે સીમાઓના રેખાંકનને લઈને અસ્પષ્ટતા છે જેના કારણે બારાહોતીમાં ઉલ્લંઘનની ઘટનાઓ થઈ રહી છે. જાેકે, ભારતીય અધિકારીઓને ૩૦ ઓગસ્ટના દિવસે સરહદ પાર આવનારી ચીની સૈનિકોની સંખ્યાને લઈને ઘણી મુશ્કેલી થઈ હતી. અગાઉ પણ સપ્ટેમ્બર ૨૦૧૮માં ચીની સૈનિકોના આ ક્ષેત્રમાં એકથી વધારે વાર ઘૂસણખોરીના સમાચાર સામે આવ્યા હતા. ચીને એલએસીની પાસે બુનિયાદી માળખુ એટલે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જાેડાયેલો વિકાસ પણ ઝડપી કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *