Gujarat

૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૦૬:૦૦ કલાકથી મતદાન પ્રક્રિયા પુર્ણ થાય ત્યા સુઘી કાર્યરત કન્ટ્રોલરૂમ ખાતે મતદાનને લગતી ફરીયાદનુ નિવારણ નિવારણ લાવવામાં આવશે

ગુજરાત વિઘાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અન્વયે જામનગર જિલ્લામા પાંચેય વિધાનસભા મતવિસ્તારમા તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. મતદાનના દિવસે જિલ્લામા દિવ્યાંગ મતદારો અને સીનીયર સીટીઝન મતદારોને મતદાનને લગતી કોઈ મુશ્કેલી ઉભી ન થાય અને તેઓની મતદાનને લગતી ફરીયાદનુ નિવારણ કરી શકાય તે હેતુ નોડલ ઓફિસર (PWD) દ્વારા જિલ્લાકક્ષાએ કંટ્રોલ રૂમ તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૦૬:૦૦ કલાકથી મતદાન પ્રક્રિયા પુર્ણ થાય ત્યા સુઘી શરૂ કરવામા આવશે.

જેમાં નાયબ નિયામક અનુચુચિત જાતિ કલ્યાણની કચેરી જિલ્લા સેવાસદન-૦૪, રૂમ નં.૧૦/૧૧,જામનગર-રાજકોટ હાઈવે,રાજપાર્ક ખાતે શરૂ કરવામાં આવનાર કંટ્રોલરૂમ ખાતે નોડલ ઑફિસર તરીકે શ્રી ડો.ઘનશ્યામ વાઘેલા અને શ્રી એમ.આર.પટેલ ની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમનો ટોલ ફ્રી નંબર-૧૮૦૦ ૨૩૩ ૩૬૮૧ છે. તેમ નોડલ અધિકારી (PWD) અને નાયબ નિયામકશ્રીઅનુચુચિત જાતિ કલ્યાણ જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *