Delhi

ગૃહ મંત્રાલયમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, એમ્સ સર્વર હેક કેસની દ્ગૈંછ કરી શકે તપાસ

નવીદિલ્હી
રાષ્ટ્રીય તપાસ એજન્સી (દ્ગૈંછ) રાજધાની દિલ્હીમાં સ્થિત દેશની સૌથી મોટી હોસ્પિટલ ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (છૈંૈંસ્જી)ના સર્વર હેક કેસની તપાસ કરી શકે છે. મામલા સાથે જાેડાયેલા સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય (સ્ૐછ)માં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી. નોંધનીય છે કે છૈંૈંસ્જીનું સર્વર લગભગ એક અઠવાડિયાથી રેન્સમવેર એટેક સામે ઝઝૂમી રહ્યું છે. બુધવારે (૨૩ નવેમ્બર) એઈમ્સનું સર્વર હેક થવાનો મામલો સામે આવ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, છૈંૈંસ્જી પ્રશાસન સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપરાંત, ઇન્ટેલિજન્સ બ્યુરો, દ્ગૈંઝ્ર, દ્ગૈંછ, દિલ્હી પોલીસ અને સ્ૐછના વરિષ્ઠ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓએ ગૃહ મંત્રાલયમાં બોલાવેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લીધો હતો. એનઆઈસીના અધિકારીઓએ બેઠકમાં જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ એઈમ્સ સર્વર સરળતાથી કામ કરવા માટે પુનઃસ્થાપિત કરવામાં આવશે. છૈંૈંસ્જી સાથે જાેડાયેલા સૂત્રો પાસેથી સમાચાર મળ્યા હતા કે હેકર્સે ક્રિપ્ટોકરન્સીના રૂપમાં ૨૦૦ કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. જાેકે, દિલ્હી પોલીસે આ માહિતીને નકારી કાઢી હતી. દિલ્હી પોલીસે કહ્યું કે એઈમ્સના અધિકારીઓએ કોઈપણ પ્રકારની ખંડણી માંગવાનો ઈન્કાર કર્યો છે. શું આતંકવાદી એંગલથી તપાસ થશે? તે વિષે જાણો શું તપાસનીતિ અપનાવશે દ્ગૈંછ?… દ્ગૈંછ આતંકવાદી ગતિવિધિઓ સંબંધિત કેસોની તપાસ કરે છે. એનઆઈએ એઈમ્સ સર્વર હેક કેસમાં આતંકવાદી એંગલથી તપાસ કરે તેવી પૂરી શક્યતા છે. મળતી માહિતી મુજબ, કરોડો દર્દીઓ ઉપરાંત એઈમ્સના સર્વરમાં મોટી સંખ્યામાં વીવીઆઈપી ડેટા પણ હાજર છે. રેન્સમવેર એટેકને કારણે ડેટા સંવેદનશીલ હોવાની શક્યતા છે. તપાસ એજન્સીની ભલામણ પર એમ્સના કમ્પ્યૂટરો પર ઈન્ટરનેટ સેવા રોકવામાં આવી છે. ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (ઝ્રઈઇ્‌-ૈંહ), ગૃહમંત્રાલયના અધિકારી અને દિલ્હી પોલીસની ટીમે રેંસમવેયર હુમલાની તપાસ કરી રહી છે. શુક્રવારે (૨૫ નવેમ્બર), દિલ્હી પોલીસના ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (ૈંહ્લર્જીં) યુનિટે સાયબર આતંકવાદ અને છેડતીનો કેસ નોંધ્યો હતો.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *