Gujarat

આદિપુરમાં મેડિકલ સ્ટોરમાંથી ચોરી કરનાર શખ્સ ઝડપાયો; પોલીસે મુદ્દામાલ કબજે કર્યો

ગાંધીધામ
આદિપુરની ૬૪ બજારમાં મતદાન દિવસના પરોઢે મેડીકલ સ્ટોરમાંથી ૮૦ હજારની ચોરીને અંજામ આપનાર શખ્સને આદિપુર પોલીસે પકડી ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ બાબતે પીએસઆઇ બી.વી.ચુડાસમાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આદિપુરના વોર્ડ અંબર ૪એમાં રહેતા અને ૬૪ બજારમાં મોતીમહેલ નામથી મેડીકલ સ્ટોર ચલાવતા જગદિશ ગોરધનદાસ આસનાનીએ ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧ ડિસેમ્બરના પરોઢે તેમની દુકાનનું પતરૂં તોડી ચોરી થય છે. જેમાં કાઉન્ટરમાં રાખેલા રૂ.૭૫ હજાર રોકડા અને રૂ.૫ હજારની કિંમતના મોબાઇલ સહિત કોઇ અજાણ્યો ઇસમ ૮૦ હજારની ચોરીને અંજામ આપી ગયો છે. તેમણે સીસીટીવી ફૂટેજ પણ આપ્યા હતા. આ ફરિયાદ તેમજ ફૂટેજના આધારે મળેલી બાતમી મુજબ આ ચોરીને અંજામ આપનાર આદિપુરના મુન્દ્રા સર્કલ ઝૂંપડામાં રહેતા ભાવેશ ભાટીને પકડી તેની પાસેથી રૂ.૧૧,૦૦૦ની કિંમતના બે મોબાઇલ રીકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં પીએસઆઇ સાથે સ્ટાફના ભુપેન્દ્રસિંહ જાડેજા, શૈલેન્દ્રસિંહ ઝાલા, વનરાજસિંહ દેવલ, ધર્મેન્દ્રસિંહ સોઢા, દિનેશ પરમાર, ભગીરથસિંહ ગોહિલ, ક્રિષ્નાબેન રબારી, નિકુલ નાઇ જાેડાયા હતા.

File-01-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *