Gujarat

વિસનગરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મતદાન કર્યુ

વિસનગર
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબકકાનું મતદાન શરૂ થયું છે. જેમાં વિસનગર વિધાનસભામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પરિવાર સાથે મતદાન કર્યું હતું. વિસનગર કાઝીવાડા વિસ્તારના ૨ મુસ્લિમ સમાજના યુવાનોના લગ્ન હોય તેઓ પણ મતદાન કરવા માટે વિસનગરની ફતેહ દરવાજા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતાં. ઋષિકેશ પટેલે વિસનગરની જવાહરલાલ પ્રાથમિક શાળામાં સામાન્ય માણસની જેમ લાઈનમાં ઊભા રહી મતદાન કર્યું હતું. જેમાં પરિવારમાં પત્ની સાથે પ્રાથમિક શાળામાં સવારે આવીને મતદાન કર્યું હતું. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, લોકશાહીનો પર્વ છે. લોકશાહીના પર્વમાં દરેકે મતદાન કરવું જાેઈએ. જેથી કરીને લોકશાહીને મજબૂત કરવાનો અવસર પોતાના રાજ્યના કે પોતાના વિસ્તારના આગામી પાંચ વર્ષ સોનેરી મોકો આવતો હોય એવી મારી અપીલ છે.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *