ગુન્હાની વિગત:- તા.૦૭/૦૩/૨૦૨૨ નાં રોજ ફરીયાદી શ્રી જયાબેન વા/ઓ હરીભાઇ ડાળાવાડીયા, રહે.ગીદરડી, તા.ખાંભા વાળાએ ખાંભા પોલીસ મથકમાં ફરીયાદ આપેલ હતી કે પોતાની દિકરી જયશ્રી ઉ.વ.૧૬ વર્ષ ૧૧ માસની ને આરોપી સંજયભાઇ ભગાભાઇ બારૈયા રહે.ગીદરડી તા.ખાંભા, જી.અમરેલી વાળાએ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી, ફરીયાદીનાં કાયદેસરનાં વાલીપણામાંથી ભગાડી લઇ ગયેલ હતો. તે અંગે ખાણા પો.સ્ટે.માં ફર્સ્ટ ગુ.ર.ની ૧૧૧૯૩૦૨૭૨૨૦૨૩૦/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, તથા પોકસો એકટ કલમ ૧૮ વિ. મુજબથી ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો. અને તે દિવસથી મજકુર આરોપી આ ગુન્ગમાં પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. અને આ અંગે નામદાર ખાંભા કોર્ટ તરફથી મજકુર ઇસમને પકડી પાડવા સારૂં સી આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ હતું. અને મજકુર ઇસમ અમરેલી જીલ્લાનાં નાસતા ફરતા આરોપીઓની યાદીમાં લીસ્ટેડ હતો,
પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગર શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ તથા ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય. જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા અત્રેના જીલ્લાના નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે આધારે શ્રી એ.એમ.પટેલ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.નાંઓની ટેકનિકલ મદદ તથા શ્રી કે.જી.મયા(ગઢવી) પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમને મળેલ ચોકકસ બાતમી આધારે ખાંભા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૨૭૨૨૦૨૩૦/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬, તથા પોકસો એકટ કલમ ૧૮ વિ. મુજબનાં કામે છેલ્લા નવેક માસથી નાસતા ફરતા આરોપીને તા.૦૪/૧૨/૨૦૨૨ ની સત્રિ દરમ્યાન જુનાગઢ જીલ્લાનો માણાવદર તાલુકાનો ચુડાવા ગામની સીમમાં આવેલ નિર્મળભાઇ દરબારની વાડીએથી પકડી પાડી, આગળની તપાસ થવા સારૂં ખાંભા પો.સ્ટે. તરફ જાણ કરવા અમરેલી સીટી પો.સ્ટે. ખાતે સોપી આપેલ છે.
પકડાયેલ આરોપી :- સંજયભાઇ ભગાભાઇ બારૈયા ઉ.વ.૨૨, રહે.ગીદરડી, તા.ખાંભા, જી.અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, શ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ શ્રી એ.એમ.પટેલ, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી શાખા અમરેલી તથા શ્રી કે.જી.મયા(ગઢવી) પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા ASI જીતેન્દ્રભાઇ મકવાણા, શ્યામકુમાર બગડા, હેડ કોન્સ. હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, બ્રીજરાજસિંહ વાળા, નરેશભાઇ લીંબડીયા, દેવાયતભાઇ ભેડા, ફારૂકભાઇ પઠાણ એ રીતેના જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


