Delhi

કેપ્ટન હરમનપ્રીતે રચી દીધો ઈતિહાસ, મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાનો તોડી નાખ્યો ધમંડ

નવીદિલ્હી
હરમીનપ્રીત કૌરની આગેવાનીવાળી ટીમે સુપર ઓવરમાં ઓસ્ટ્રેલિયાની બીજી ટી ૨૦ મેચમાં હરાવી દીધા છે. તેની સાથે જ હરમનપ્રીતની જીતે અડધી સદી પણ લગાવી દીધી છે. ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાનો ધમંડ તોડી નાખ્યો છે. હરમનપ્રતી કૌરની આગેવાનીવાળી ટીમે સુપર ઓવરમાં ઓસ્ટ્રેલિયાને બીજી ટી ૨૦ મેચમાં હરાવી દીધી છે. તેની સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયાની અજેય સફર પર બ્રેક લગાવી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ આ વર્ષે સતત ૧૬ ટી ૨૦ મેચ જીતી હતી, પણ ૧૭મી મેચમાં ભારતે સુપર ઓવરમાં ભૂંડી હાર આપી તેનો ધમંડ તોડી નાખ્યો છે. ઓસ્ટ્રેલિયા પર આ મોટી જીત સાથે કેપ્ટન હરમનપ્રીત કૌરે ઈતિહાસ રચી દીધો છે. તેના આ રેકોર્ડની આજૂબાજૂમાં એમએસ ધોની અને વિરાટ કોહલી પણ નથી પહોંચી શક્યા. હરમનપ્રતી કૌર સૌથી વધારે ઈંટરનેશનલ ટી ૨૦ મેચ જીતનારી ભારતીય કેપ્ટન બની ગઈ છે. તેની કપ્તાનીમાં ભારતે ૫૦ ટી ૨૦ મેચ જીતી લીધી છે. જ્યારે એમએસ ધોનીની કપ્તાનીમાં ભારતે ૪૧ અને રોહિત શર્માની કપ્તાનીમાં ભારેત ૩૯ ટી ૨૦ મેચ જીતી છે. તો વળી કોહલીની કપ્તાનીમાં ભારતે ૩૦ ટી ૨૦ મેચ જીતી છે. હરમનપ્રીતે આ મેચમાં ભલે ૨૧ રન જ બનાવ્યા હોય પણ પોતાની શાનદાર રણનીતિથી ઓસ્ટ્રેલિયાના મોંમાંથી જીત છીનવી લાવ્યા હતા. એમએસ ધોનીએ ૨૦૦૭થી ૨૦૧૬ની વચ્ચે ૭૨ ટી ૨૦ મેચમાં કપ્તાની સંભાળી, જેમાંથી ૪૧ મેચ જીત્યા અને ૨૮ હાર્યા હતા. એક મેચ ટાઈ રહી, જ્યારે ૨ મેચના રિઝલ્ટ આવી શક્યા નહીં. હાલના ભારતીય કપ્તાન રોહિત શર્મા અત્યાર સુધીમાં ૫૧ ટી ૨૦ મેચમાં કપ્તાની કરી, જેમાંથી ૩૯ મેચ જીત્યા અને ૧૨ મેચ હાર્યા છે. તો વળી વિરાટ કોહલીના કપ્તાનીમાં ભારતે ૫૦ ટી ૨૦ મેચ રમી, જેમાંથી ૩૦ જીત્યા અમે ૧૬ મેચ હાર્યા, ૨ મેચમાં ટાઈ રહી અને ૨ મેચના પરિણામ આવ્યા નહીં.

File-01-Page-38.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *