બાબરા લાઠી ના નવનિયુક્ત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા હસ્તે બાબરા તાલુકા અને શહેર માં મંજૂર થયેલા કામો ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું છેલ્લા ધણા સમયથી બાબરા જીઆઇડીસી બે નંબર પાસે અને જીજુડી નદી પાસે તેમજ નિલવળા ગામ પાસે પુલ બનાવવા માટે વિવિધ આગેવાનો દ્વારા માંગ કરાય હતી જીઆઇડીસી બે પાસે પુલ બનાવવા માટે પૂર્વ જીલ્લા ભાજપ ના અનુચિત જાતિ મોરચાના મહામંત્રી સોમાભાઈ બગડા દ્વારા સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી હાલ તે રજુઆત ને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે બાબરા ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા હસ્તે આત્રણેય પુલ ના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા આ તકે નગરપાલિકા પ્રમુખ લલીતભાઇ આંબલીયા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા સોમાભાઈ બગડા નિતિનભાઈ રાઠોડ પ્રભાતભાઇ કોઠીવાળ હીંમત ભાઇ દેત્રોજા રાજુભાઈ વિરોજા સહીત આગેવાનો કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા ધણા સમયથી પુલ બનાવવા માંગ હતી સરકાર દ્વારા મંજૂરી મલતા સોવ આગેવાનો એ સરકાર શ્રી અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયા દ્વારા તત્કાળ ધોરણે પૂલ નું ખાતમુહૂર્ત કરી કામગીરી પ્રારંભ કરાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો


