અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીહિત, રાષ્ટ્રહિત ચિંતા સાથે અને રાષ્ટ્રીય પુનઃ નિર્માણના વિચાર સાથે છેલ્લા 75 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે. તારીખ 08/01/2023 ના રોજ GPSC વર્ગ 1/2 તથા પંચાયતી વર્ગ જુનિયર ક્લાર્ક ની પરીક્ષાઓ એક જ તારીખ પર આવે છે.
આ સાથેજ GPSC વર્ગ 2 (સિવિલ ઈજનેર) અને પંચાયતી વિભાગ ની તલાટી કમ મંત્રી
વર્ગ 3 ની પરીક્ષાઓ તારીખ 29/01/2023 ના રોજ એક જ તારીખ પર આયોજિત છે.
આ બંને પરીક્ષાઓ આપવા માટે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઈચ્છીત છે પરંતુ એક જ તારીખ ના કારણે કોઈ એક પરીક્ષા તેમણે છોડવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી મુખ્યમંત્રી સુધી રજૂઆત પહોંચાડવામાં આવે અને પરીક્ષા ની તારીખ મા ફેર બદલ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ બંને પરીક્ષાઓમાં હાજર રહી શકે એવી જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


