Gujarat

માંગરોળ મા બેરીસ્ટર ઔવેશી ની પાર્ટી મીમ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું,, 

પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસો પહેલા કેન્દ્ર ની ભાજપ સરકારે મોલાના આઝાદ ફેલોશિપ તેમજ પ્રી મેટ્રિક સ્કોલરશીપ બંધ કરેલ છે તેને લઈ માંગરોળ એ આઈ એમ આઈ એમ પાર્ટી માંગરોળ દ્વારા મામતદાર શ્રી મારફત મહામુહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સાહેબા ને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં સરકારે બંધ કરેલી  સ્કોલરશીપ તાત્કાલિક ચાલુ થાય તેવી માંગણી કરવામાં આવી હતી, કારણ કે આ સ્કોલરશીપ મધ્યમ ગરીબ વર્ગ ના બાળકો માટે આપવામાં આવતી હતી જેમાં થી આ બાળકો સ્કૂલ ની ફી તેમજ શાળા ને લગતી તમામ જરૂરિયાત પુરી કરતા હતા,જે બંધ કરી ગરીબ ના મોઢા માંથી ભાજપ ની સરકારે કોળિયો છીનવી લીધો હોવાથી  જે બાબતે માંગરોળ મીમ પાર્ટી દ્વારા રોષ પૂર્વક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ આવેદન પત્ર નો પ્રજા લક્ષી યોગ્ય નિર્ણય નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર મા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામા આવી હતી અને જરૂર પડ્યે કોર્ટ ના દરવાજા પણ ખખડાવવામાં આવશે તેવું જણાવવામા આવ્યું હતું. આ આવેદન મા માંગરોળ મીમ પાર્ટી ના શહેર તેમજ તાલુકા ના હોદ્દેદારો તેમજ ટેકેદારો હાજર રહ્યા હતા તેવું “મીમ” પાર્ટી ના જુનાગઢ જીલ્લા પ્રમુખ સુલેમાન પટેલે એક અખબારી યાદીમા જણાવેલ છે,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

20221219_174112.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *