Gujarat

ગોધરામાં શોરૂમમાંથી બાઇકની ચોરી, ઘટના CCTVમાં કેદ

ગોધરાના દાહોદ રોડ પર આવેલા હોન્ડાના શોરૂમમાંથી એક બાઇકની ચોરી થઈ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો યુવાન 29 જુલાઈએ શોરૂમમાંથી નવી બાઇક લઈને ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, આ અજાણ્યા ઈસમે શોરૂમમાં પ્રવેશીને કર્મચારીઓની નજર ચૂકવી હતી. ત્યારબાદ તે એક નવી બાઇક લઈને શોરૂમમાંથી બહાર નીકળી ગયો હતો. ચોરીની આ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આ ઘટના બાદ શોરૂમના સંચાલકો દ્વારા 31 જુલાઈએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇક ચોરની ઓળખ મેળવી તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.