Gujarat

છોટાઉદેપુર નગરપાલિકાની મળેલ નોટિસ બાબતે ચીફ ઓફિસરને વિદ્યાર્થીઓનું આવેદન          

છોટાઉદેપુર એસ એફ હાઈસ્કૂલનના કમ્પાઉન્ડમાં બાજુમાં આવેલી બિલ્ડીંગ  7 દિવસમાં ખાલી કરવા નગરપાલિકા એ નોટિસ આપી હતી. આ બિલ્ડિંગમાં લોક ઉત્થાન કેન્દ્ર તેમજ લાયબ્રેરી હોય  રોજ 80  વિદ્યાર્થીઓ વાંચન અર્થે આવતા હોય જેથી તેઓને તકલીફ ન પડે  જેને ધ્યાનમાં રાખી નોટીસની મુદત ત્રણ મહિના વધારી આપવા તથા લોક ઉત્થાન કેન્દ્રને વૈકલ્પિક જગ્યા ફાળવી આપવા  ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી માંગ કરી હતી.
            આપેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે એસ એફ હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં આવેલી બિલ્ડિંગમાં લાયબ્રેરી અને ઉત્થાન કેન્દ્ર ચાલે છે. જેમાં 80 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વાંચવા અર્થે આવે છે. જેઓની તલાટી, તથા જુનિયર ક્લાર્ક જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોવાથી જો બિલ્ડીંગ ખાલી કરવામાં આવે તો વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે તેમ છે.  તેથી આ વિદ્યાર્થીઓએ ચીફ ઓફિસરને આવેદન આપી રજુઆત કરી હતી.
નગરપાલિકાએ આપેલી નોટિસમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા એસ એફ હાઈસ્કૂલ કમ્પાઉન્ડમાં આવેલબિલ્ડીંગ ભાડે આપેલી છે. સદર બિલ્ડિંગમાં નગરપાલિકા દ્વારા ઓડિટોરિયમ હોલ બનાવવાનું કામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગયેલ હોય ટુક સમયમાં ઓડિટોરિયમ હોલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવનાર હોય જેથી સદર બિલ્ડીંગ દિન 7 માં ખાલી કરી નગરપાલિકાને કબજો સોંપવા આપેલ નોટિસમાં જણાવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *