રીક્ષામાં બેસાડીને પેસેન્જરોને લુંટવાના અનેક બનાવ સામે આવે છે ત્યારે અડાલજ પોલીસ દ્વારા સઘન ચેકિંગ દરમ્યાન અને બાતમીના આધારે જાણવા મળતા કે શેરથા જવાના રસ્તા પાસે એક ઈસમ શંકાસ્પદ જણાઈ રહ્યો છે ત્યારે તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ આરોપી અને તેના સાથીઓ દ્વારા અડાલજ-મહેસાણા હાઈવે પર રિક્ષામાં પેસેન્જરોને લુંટવાની કામગીરી સાથે સંકળાયેલા છે તેથી કાયદેસરની કાર્યવાહી કરી વધુ પુછપરછ કરી તપાસ શરૂ કરી


