છોટાઉદેપુર પંથકમાં એમજીવીસીએલ નો સપાટો ૧૦ વીજ ચોરીના કેસો સાથે બે વીજ જોડાણો માલ પ્રેક્ટિસમાં ઝડપી પાડી રૂપિયા એક લાખનો દંડ ફટકારતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. છોટાઉદેપુરમાં વહેલી સવારે એમ.જી.વી.સી.એલની ટીમો પોલીસ કાફલા સાથે આવી પહોંચતા પ્રથમ તબક્કે તો ગભરાટનો માહોલ છવાયેલો જોવા મળી આવ્યો હતો પરંતુ પાછળથી ખબર પડતા કેઆ તો એકઝીન ચેકીગ પ્રક્રિયાના ભાગરૂપે મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ આવ્યા છે,ત્યારે નગરજનોમાં રાહતનો શ્વાસ લેવાયો હતો. જોકે બે દિવસ અગાઉ પણ રિકવરી માટે એમજીવીસીએલની ટીમો ઘેર ઘેર બાકીદારોના ઘરે ફરતી હોય જાગૃત નાગરિકો ઉપર આવતા એકબીજાના ફોન ઉપર વાસ્તવિકતાને લગતા જવાબો અપાતા કોઈ અફરાતફરીનો માહોલ થવા પામ્યો ન હતો. છોટાઉદેપુર નગર તેમજ આજુબાજુના વિસ્તારમાં આજરોજ વહેલી સવારે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની દસ ઇજનેરીની ટીમો દ્વારા વીજ ચોરી ને લગતી તપાસ હાથ ધરવામાં આવી હતી. અને વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં છોટાઉદેપુર શહેર તથા તાલુકામાં ચોરવાણા ફીડરના ચોરવાણા, મલાજા, એકલબારા, ચિલરવાંટ, ઓડ વિગેરે ગામોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે ૧૨ એસ.આર.પીના સ્ટાફ પણ પોલીસ બંદોબસ્ત સાથે રાખેલ હતા. સવારે આજુબાજુના વિસ્તાર તેમજ નગરની હાથ ધરાયેલ કાર્યવાહીમાં ફુલ ૧૯૦ વીજ જોડાણો ચેક કરેલ હતા, જેમાંથી ૧૦ વીજ જોડાણો વીજ ચોરીમાં પકડાયેલ આવેલ હતા. તથા બે વીજ જોડાણો માલ પ્રેક્ટિસમાં નોંધાયેલ હતા. જે સંબંધે કરવામાં આવેલ કામગીરીમાં રુા. ૧, ૦૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવેલ છે. જેને લઇ વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
