Gujarat

નવેમ્બર અને ડીસેમ્બર મહીના દરમ્યાન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલ અરજદારોનાં કુલ રૂ.૫,૦૧,૩૨૮/- પરત અપાવતુ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન 

શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધીત નાણાકીય છેતરપીંડીમાં ગયેલ નાણા પરત અપાવવા જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુનાહીત પ્રવૃતિ અટકાવવા શ્રી જે.પી.ભંડારી સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટરશ્રી સી.એસ કુગસીયા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જેએમ કડછા સાહેબ સાયબર ક્રાઇમ પો.સ્ટે.અમરેલી નાઓએ જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરી અરજદારના નાણાં પરત અપાવવાની કામગીરી કરવામાં આવેલ,. અત્રે જીલ્લાના સાયબર ક્રાઈમ પો.સ્ટે. ખાતે ગત નવેમ્બર અને ડીસેમ્બર મહીના દરમ્યાન, અલગ-અલગ અરજદારોની સાથે નાણાકીય ક્રોડ થયેલ. નાણાકીય કોડ અંતર્ગત સ્ક્રીન શેરિંગ એપ, ઑ.ટી.પી. ફ્રોડ, કસ્ટમર કેર નંબર ફ્રોડ, શિપિંગ શુલ્ક, આર્મીમેનનું નામ ધારણ કરવું જેવી તરકીબથી લોકો ભોગ બન્યા હતા. અત્રેના પો.સ્ટે. ખાતે આ બાબતે અરજીઓ મળતા તાત્કાલીક જીણવટભરી તપાસ કરી અને અરજદારોના નાણા પરત આવે તે માટે આગળની કાર્યવાહી કરી, સાત અરજદારોના કુલ રૂ.૫,૦૧,૩૨૮૮- પરત અપાવી તેઓને ૧૦૦ % રકમ પરત અપાવવાની કામગીરી કરેલ
આ ઉપરાંત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમરેલી દ્વારા જીલ્લાના તમામ નાગરિકોને સાયબર ક્રાઈમથી સુરક્ષીત રહેવા માટે અપીલ કરવામાં આવે છે.
સાયબર કાઈમથી બચવા આટલું ધ્યાનમાં રાખો
1) કોઇપણ બેંક મેનેજર એટીએમ બંધ થવા સબંધે ક્યારેય ફોન કરતા જ નથી
2) કોઇ બેંક કે એટીએમ સંબંધે અજાણ્યા ફોન આવે ત્યારે કોઇને બેંકની ડીટેઈલ, એટીએમ કાર્ડ ડીટેઈલ કે ઓટીપી નંબર આપવો નહી.
૩) એટીએમ રૂમમાં એટીએમ કાર્ડ દાખલ કરો છો તે સ્લોટ ડુપ્લીકેટ લગાવેલ છે કે નહી ચેક કરી લેવો, તેમજ પાસવર્ડે જુએ નહી તે સારૂ એટીએમ રૂમમાં અન્ય કોઇ વ્યક્તિને પ્રવેશ થવા દેવા નહીં,
 4 મોબાઇલ ઇનબોક્ષમાં પૈસા જમા કે કપાતનો કોઇ ફ્રોડ મેસેજ આવે તો બેંક સિવાય ક્યાંય ખરાઇ કરવી નહીં.
5) કૌન બનેગા કરોડપતિ કે અન્ય કોઇ લોટરીના નામે ક્યારેય પૈસા ભરવા નહી
6) અજાણ્યા ફોન દ્વારા આધારકાર્ડ અપડેટ કે મોબાઇલ સીમકાર્ડ વેરીફીકેશન કરવાના બહાને કોઇ માહિતી શેર કરવી નહીં.
7) ઓછા વ્યાજદરની લોન કે લોભામણી જાહેરાત માટે ક્યારેય કોઇ લીકમાં પર્સનલ માહિતી સબમીટ
કરવી નહીં.
8) નોકરી આપવાની જાહેરાત માટે કોઇ વેબસાઇટમાં બાયોડેટા કે બેંક ડીટેલ સબમીટ કરવી નહીં.
9) OLX વેબસાઇટમાં ઓનલાઇન વાહન ખરીદી જેવા કિસ્સાઓમાં કોઇ આર્મી તરીકેની ઓળખ આપી ફોડ કરતા હોય છે, ત્યારે ઓનલાઇન પેમેન્ટ કરવું જ નહીં.
10) ગુગલ વેબસાઇટમાં ક્યારેય ગુગલ-પે, ફોન-પે, પેટીએમ કે અન્ય એપ્લીકેશનના કસ્ટમર કેર નંબર
સર્ચ કરવા નહીં. જે તે એપ્લીકેશનમાં જ કસ્ટમર કેર નંબર દર્શાવેલ હોય છે.
 11) મોબાઇલ ટાવરના બહાને ફેક લેટરપેડ મોકલી ખોટી લાલચ આપતી ટોળકીથી સાવધ રહો.
12) ફેસબુક, જી-મેલ જેવા સોશ્યલ મિડીયામાં એકાઉન્ટ સેટીંગ અને પાસવર્ડ સિક્યુરિટી સ્ટ્રોન્ગ રાખવી.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20221221-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *