જબુગામ ના બરજોરપુરા માં છેલ્લા ત્રણ દિવસમાં નર્સરી વિભાગમાં અસંખ્ય કાગડાઓ મૃત્યુ પામ્યા.
જેની જાણ ફોરેસ્ટ વિભાગને કરતા ફોરેસ્ટ અધિકારી દ્વારા તપાસ કરી પશુ સારવાર કેન્દ્રની ટીમ બોલાવી તપાસ હાથ ધરવામાં આવી
વધુ પૂછપરછ કરતા ડોક્ટર દ્વારા એવું જાણવા મળ્યું કે નર્સરી ની પાસે મરેલા ઢોરોને નાખવામાં આવે છે એ ઢોર પૈકી કોઈ ઢોર માં ઝેરી તત્વો હોવાથી કાગડાઓ દ્વારા તેને ખાતા આ બનાવ બન્યો હોય એવી આશંકા વ્યક્ત કરી કેમકે કાગડા સિવાયનું કોઈપણ પક્ષી મૃત્યુ પામેલ નથી તેમ જણાવ્યું હતું
બોડેલી તાલુકાના જબુગામ ખાતે આવેલ નર્સરી વિસ્તારમાં કાગડાઓના એક સાથે ટપો ટપ મોત થયા હતા. કાગડાના લીવરનો ભાગ કાળો પડી જતા મોતને ભેદી રીતે ભેટેલા કાગડા પક્ષીના મોત અંગે વન વિભાગ અને બોડેલી પશુપાલન વિભાગને પણ જાણ કરવામાં આવતા પશુપાલન અને વન વિભાગદ્વારા તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ બોડેલી તાલુકાના જબુગામની સીમના બરજોરપુરા ફળીયા વિસ્તારમાં કાગડા પક્ષીઓના ભેદી રીતે ટપોટપ મોત થયા હતા.
જબુગામના બરજોરપુરા ફળીયાને અડીને આવેલ વન વિભાગની નર્સરી નજીકના મૃત પશુઓના મૃતદેહ ખાવાથી કાગડાના મૃતદેહની તપાસ કરતા મોત નિપજયા હોવાનું તારણ પશુ ચિકિત્સક દ્વારા બહાર આવ્યું છે. વન વિભાગના આરએફઓ એ.કે. રાઠવાના જણાવ્યા મુજબ નર્સરીની જગ્યામાં લીલોતરી અને ઘટાદાર વૃક્ષો હોવાથી અનેક પક્ષીઓ આશરે લે છે. જેમાં આજરોજ અંદાજીત 100 જેટલા કાગડા પક્ષીઓના અચાનક જ મોતને ભેટ્યા હતા. મૃત કાગડાના મોત અંગે બોડેલી પશુપાલન વિભાગને પણ જાણ કરવામાં આવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી


