Gujarat

ઊના દેલવાડા રોડ પરથી બાઇકના ચોરખાના માંથી દારૂની ૪૭ બોટલ સાથે શખ્સનેપકડી પાડ્યો.

ઊના દેલવાડા રોડ પર દિવથી શખ્સ બાઇકમાં દારૂ લઇ આવતો હોવાની બાતમી આધારે જીલ્લા એલ સીબી ટીમે રસ્તા પર બાઇક રોકાવી તલાસી લેતા વિદેશી દારૂની બોટલો સાથે શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ઊનામાં રહેતો મોઇન ઉર્ફે મોન્ટી હુસેન બ્લોચ દિવથી બાઇક નં.જીજે ૩૨ એ બી ૦૩૯૧ માં ચોરખામાં દારૂ લઇ આવતો હોય જેની બાતમી આધારે જીલ્લા એલસીબી ટીમે ઊના દેલવાડા રોડ પર નાગનાથ મંદિર નજીક વોચ ગોઠવી હતી. અને બાઇક રોકાવી તલાસી લેતા બાઇકના ચોરખામાંથી વિદેશી દારૂની ૪૭ બોટલો, બાઇક  કુલ રૂ.૪૩ હજારના મુદામાલ સાથે શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *