Delhi

અવતાર ૨ ફિલ્મનું કલેક્શન થયું ૩૦૦ કરોડને પાર, ચોથા દિવસે પણ જબરદસ્ત કમાણી

નવીદિલ્હી
આ સાથે જ ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું ટોટલ કલેક્શન હવે ૨૦૦ કરોડ રૂપિયા થઇ ગયું છે. જ્યારે વર્લ્ડવાઇડ ફિલ્મની કમાણી ૩૫૦૦ કરોડ રૂપિયાથી વધુની છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર ફિલ્મે સોમવારે એટલે કે ચોથા દિવસે ૧૮.૫૦ કરોડનું કલેક્શન કર્યુ છે. એક રિપોર્ટ અનુસાર, અવતાર ૨એ દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર ૩૫૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. વર્કિંગ ડે સોમવારે (૧૯ ડિસેમ્બર)ના રોજ ફિલ્મના કલેક્શન્સમાં ભારે ઘટાડો જાેવા મળ્યો છે. જાે કે સોમવારે ભારતમાં ૧૮.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી અને આ જ રીતે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી ચુકી છે. જણાવી દઇએ કે ‘અવતાર ધ વે ઓફ વોટર’ જેમ્સ કેમરૂન દ્વારા ડાયરેક્ટેડ એક સાયંસ ફિક્શન થ્રિલર છે. ફિલ્મને લઇને દર્શકો વચ્ચે પણ ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ૧૬ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ થિયેટર્સમાં રિલિઝ થયેલી આ ફિલ્મ દર્શકોની આશા પર ખરી ઉતરી છે. ફિલ્મને પોઝિટિવ વર્ડ ઓફ માઉથના કારણે જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *