Delhi

અવતાર બાદ ટાઇટેનિકને યાદ કરી કેટ વિંસલેટે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો

નવીદિલ્હી
નવી દિલ્હીઃ જેમ્સ કેમરુન (ત્નટ્ઠદ્બીજ ઝ્રટ્ઠદ્બીિર્હ)ની આઇકૉનિક ફિલ્મ ‘ટાઇટેનિક’ (્‌ૈંટ્ઠહૈષ્ઠ)ને રિલીઝ થયા આજે પુરા ૨૫ વર્ષ પુરા થઈ ગયા છે. આ ફિલ્મ તે સમયે બોક્સ ઓફિસ પર તહલકો મચાવી રહી હતી અને આજે પણ આ ફિલ્મનું જાદુ કાયમ છે. આ ફિલ્મમાં લીડ રોલ ભજવનારા કેટ વિંસવેટે હાલમાં એક ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ અને પાત્ર સાથે જાેડાયેલા અમુક રસપ્રદ ખુલાસા કર્યા છે. કેટ વિંસલેટ અનુસાર ફિલ્મમાં તેમના દ્વારા કરવામાં આવેલા ‘રોઝ’ના પાત્ર પર લોકોએ અલગ પ્રકારની ટિપ્પણી કરી હતી. ‘હૈપ્પી સૅડ કન્ફ્યુઝ્‌ડ’ પૉડકાસ્ટની વાતચીત દરમિયાને કેટે ફિલ્મની શૂટિંગ અને સમયને યાદ કર્યો હતો. તે જણાવે છે કે તે સમયે તેણીના કરિયરની શરુઆત થઈ રહી હતી, પરંતુ મીડિયા અને લોકોએ તેણીના પાત્ર અને વ્યક્તિગત જીવન વિશે જાત-જાતની ટિપ્પણી કરી હતી, જેના કારણે તેણી ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. તેણીના અનુસાર ફિલ્મ માટે તેણીની ઘણી બૉડી-શેમિંગ કરવામાં આવી હતી. ‘ટાઇટેનિક’માં રોઝનું પાત્ર ભજવવા માટે એકેડમી પુરસ્કાર માટે નોમિનેટેડ એક્ટ્રેસ, મીડિયાના ક્રૂર વ્યવહાર વિશે હંમેશા સ્પષ્ટ નિવેદનો આપતી હોય છે. તેણીએ જણાવ્યુ કે, “તે ઉંમરમાં પોતાના વિશે આટલું બધું વાંચવું મારા માટે ખૂબ જ નિરાશાજનક હતું.” કેટ વિંસલેટ આગળ કહે છે “દેખીતી રીતે, હું ખૂબ જ જાડી હતી. શું તે કહેવું ભયાનક નથી? તે લોકો મારી સાથે આટલા ખરાબ કેમ હતાં? જાે મેં સમયને પાછળ લઈ જઈ શકત તો હું મારા અવાજને બિલકુલ અલગ રીતે ઉઠાવત. હું એ પત્રકારોને કહેત કે મારી સાથે આવો વ્યવહાર કરવાની હિંમત બિલકુલ ના કરતા. હું તેમના દરેક સવાલના જડબાતોડ જવાબ આપત.” એક્ટ્રેસ કેટ વિંસલેટને છેલ્લીવાર ‘ટાઇટેનિક’ નિર્દેશક જેમ્સલ કેમરુનની ફિલ્મ ‘અવતારઃ ધ વે ઑફ વૉટર’માં જાેવા મળી છે. આ ફિલ્મમાં કેટએ ટૉમ ક્રૂઝ સાથે અંડર વૉટર રેકોર્ડ તોડી દીધો. કેટે ‘અવતારઃ ધ વેવ ઑફ વૉટર’ના શૂટિંગ માટે સાત મિનીટ અને ૧૫ સેકન્ડ સુધી પાણીની અંદર પોતાનો શ્વાસ રોકી રાખ્યો હતો. આ ફિલ્મ ૧૬ ડિસેમ્બરે દુનિયા સામે થિયેટરોમાં રિલીઝ થઈ છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *