International

ફીફા વિશ્વકપમાં જીતની ઉજવણી બાદ આર્જેન્ટીનામાં ૧૨૯ ટકા વધ્યા કોરોના કેસ

બ્યુનોસ એરેસ
તાજેતરમાં કતારમાં ફીફા વિશ્વકપ ૨૦૨૨ સમાપ્ત થયો છે. વિશ્વભરના લાખો લોકો આ ઈવેન્ટમાં સામેલ થયા હતા. આર્જેન્ટીનામાં વિશ્વકતમાં જીતની ઉજવણી હજુ પણ ચાલી રહી છે. પરંતુ ડરામણી વાત છે કે ઉજવણી વચ્ચે આર્જેન્ટીનામાં કોરોના કેસ ફરી વધવા લાગ્યા છે. આ માહિતી ખુદ આર્જેન્ટીનાના સ્વાસ્થ્ય મંત્રાલયએ આપી છે. કહેવામાં આવ્યું છે કે દેશમાં છેલ્લા સાત દિવસની અંદર કોવિડ કેસમાં ૧૨૯ ટકાનો વધારો જાેવા મળ્યો છે. તેનાથી કોરોનાનો ગ્રાફ ફરી ઉપરની તરફ વધી રહ્યો છે. છેલ્લા સાત દિવસમાં ૬૨ હજાર ૨૬૧ નવા કેસ સામે આવ્યા છે. તે ૧૧ ડિસેમ્બરવાળા સપ્તાહથી બમણા વધી ચુક્યા છે. ત્યારે ત્યાં ૨૭ હજાર ૧૧૯ કોરોના કેસ હતા. શું કહી રહ્યાં છે નિષ્ણાંતો? તે જાણો… નિષ્ણાંતોનું માનવું છે કે તેમાંથી ૬૦ ટકા દર્દીઓમાં ઓમિક્રોનનો સબ વેરિએન્ટ મળ્યો છે. આર્જેન્ટીનામાં કોરોનાની શરૂઆતથી અત્યાર સુધી ૯૮ લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. તેમાંથી ૧ લાખ ૮૦ હજારથી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. સરકારનું કહેવું છે કે વેક્સીન પ્રોગ્રામમાં તેજી આવી છે. અત્યાર સુધી ૧૧ કરોડથી વધુ વેક્સીન શોટ્‌સ લગાવવામાં આવ્યા છે. થોડા સમય પહેલા ૧૮ વર્ષથી ઉપરના લોકોને પાંચમો ડોઝ આપવામાં આવી રહ્યો છે. કેમ વધુ છે ખતરો? તે જાણો… આર્જેન્ટીનામાં ખતરો એટલે વધુ છે કારણ કે ફીફા વિશ્વકપમાં તેની જીત બાદ ત્યાં રસ્તા પર જાેરદાર ઉજવણી કરવામાં આવી રહી છે. લાખો લોકો ભેગા થઈ રહ્યાં છે. આ ઉજવણીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું નથી. જાે અહીં કોઈ સંક્રમિત પહોંચ્યો હોય તો અન્ય લોકો પર ખતરો વધી ગયો છે.

File-01-Page-09.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *