મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગેની બેન ઠાકોર જણાવ્યું હતું કે ફાગવેલ માં તેઓ પહેલી વાર આવ્યા છે કોંગ્રેસ માં રહી ને તેઓ ફરી પણ પોતાની સીટ જાળવી રાખી છે ફરી જીત મેળવી છે. ત્યારે વાવ સાત વિધાનસભા ધારા સભ્ય ગેનીબેન ઠાકોર પોતાના કાર્યકરો સાથે ફાગવેલ ભાથીજી મહારાજ ના દર્શન કર્યા અને વિધાન સભા માં રહી સારા કામો તેમજ જ્યાં જ્યાં અન્યાય થશે ત્યાં પહેલો અવાજ ઉઠાવીને સર્વે સમાજ ને ન્યાય અપાવવા માટે સેવા માં કાર્યરત રહીશ તે રીતે ભાથીજી મહારાજ ના આશીર્વાદ મેળવ્યા. ફાગવેલ થી તેઓ ખાખરીયાવન ભાથીજી મહારાજ ની અમર ભૂમિ ના દર્શન કરી ને ડાકોર દર્શન કરવા માટે પોતાના કાર્યકરો સાથે જવા રવાના થયા હતા.


