Gujarat

ખંભાળિયામાં જિલ્લા NSUI અને યુવક કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ

દ્વારકા
ખંભાળિયા પંથકના વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે સતત લડત કરતા કાર્યકર દાના માડમને કોંગ્રેસ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ પદે નિમણુંક કરવામાં આવી છે. આ બાબતે ખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લા એન.એસ.યુ.આઈ. અને યુવક કોંગ્રેસના આગેવાનોની મહત્વની મિટિંગ યોજાઈ હતી. આગામી દિવસોમાં જિલ્લામાં સંગઠનને મજબુત બનાવવા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોની મજબુત લડત આપવા રણનીતિ તૈયારી કરવામાં આવી હતી. આના અનુસંધાને જિલ્લા એન.એસ.યુ.આઈ. પ્રમુખ દાના માડમ અને યુવક કોંગ્રેસના પ્રમુખ સંજયભાઈ આંબલિયાની આગેવાની હેઠળ ગોવિંદ આંબલિયા, સાગર ગોજીયા, હિતેષ નકુમ, કપિલ ત્રિવેદી, ગોવિંદ કરમુર, યુવરાજસિંહ વાઢેર, ગોવિંદ કણઝારીયા, જયદિપ ભોચીયા, હર્ષિલ બારોટ સહિતના કાર્યકરો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *