Gujarat

સાવરકુંડલા શહેરમાં ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા અહીંનાં રેલવે સ્ટેશન પર યાત્રિકોને ગ્રાહક સુરક્ષા સંબંધિત માહિતી દર્શાવતાં પેમ્પેલેટનું વિતરણ કરવામાં આવેલ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન નિમિત્તે યોજાયેલા ગ્રાહક જાગૃતિ અભિયાન સપ્તાહ અંતર્ગત સાવરકુંડલા શહેરના જાહેર સ્થળોએ ગ્રાહક અધિકાર અંતર્ગત ગ્રાહક સુરક્ષા સંબંધિત માહિતી દર્શાવતાં પેમ્પેલેટનું વિતરણ સાવરકુંડલા રેલવે સ્ટેશન પર આવતાં જતાં યાત્રિકોને કરવામાં આવેલ આ પ્રસંગે સાવરકુંડલા રેલવે સ્ટેશન માસ્તર ગુપ્તા સાહેબ, ટીકિટ વિતરણ અને ટિકિટ બુકીંગ સંભાળતાં હરેશભાઈ કટકિયાએ પણ ગ્રાહક સુરક્ષા અંતર્ગત ચાલતી સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળની ગ્રાહક જાગૃતિ અભિયાનની પ્રવૃત્તિને બિરદાવી હતી. આ સંદર્ભે પ્રસ્તુત તસવીરમાં ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ શ્રી રમેશભાઈ હીરાણી, બિપીનભાઈ પાંધી, હર્ષદભાઈ જોશી અને શ્રધ્ધાબેન જોષી સાવરકુંડલા રેલવે સ્ટેશન પર યાત્રિકોને ગ્રાહક સુરક્ષા સંબંધિત સવિસ્તર માહિતી દર્શાવતાં પેમ્પેલેટનું વિતરણ કરતાં જોવા મળે છે.
આમ પણ સમગ્ર અમરેલી જિલ્લામાં સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળની ગ્રાહક સુરક્ષાને લગતી  કામગીરીની લોકોમાં ભારે પ્રશંસા થતી  જોવા મળે છે.

IMG-20221224-WA0098.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *