Gujarat

રાજ્યના શિક્ષણમંત્રીએ બોટાદની મોડેલ સ્કુલની મુલાકાત લીધી  

શિક્ષણમંત્રી ડો.કુબેરભાઈ ડિંડોર એ વિદ્યાર્થિનીઓને મૂલ્યલક્ષી અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપી સૌનો ઉત્સાહ વધાર્યો
આજરોજ તા.૨૫/૧૨/૨૨ ને રવિવારે ગુજરાત રાજ્યના આદિજાતી વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ તકે મંત્રીએ બોટાદ શહેર સ્થિત મોડેલ સ્કૂલની પણ મુલાકાત લઈ શાળાની વિગતો મેળવી હતી.  સાથોસાથ આ કૅમ્પસમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છાત્રાલયની વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ સાધી તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.આ તકે શિક્ષણમંત્રીએ  વિદ્યાર્થિનીઓને મૂલ્યલક્ષી અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપી સૌનો ઉત્સાહ વધાર્યો હતો. મંત્રીએ વિદ્યાર્થિનીઓનાં છાત્રાલયની તમામ સુવિધાઓ અને સમગ્ર વ્યવસ્થા અંગે તલસ્પર્શી જાણકારી મેળવી હતી. આ સંવાદ દરમિયાન વિદ્યાર્થિનીઓના જવાબ અને પ્રતિભાવથી મંત્રી કુબેરભાઈ  ડિંડોર ખૂબ જ પ્રભાવિત થયાં હતાં. આ સુંદર મજાનાં કાર્યક્રમમાં બોટાદનાં ડી.પી.ઈ.ઓ.ભરતસિંહ વાઢેર, ડી.ઈ.ઓ.વિક્રમસિંહ પરમાર, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.ડી.મોરી ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ રવિવાર હોવા છતાં મોડેલ સ્કૂલના તમામ કર્મચારીઓ પણ ઉત્સાહપૂર્વક હાજર  રહ્યા હતાં.
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20221225-WA0078.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *