Gujarat

ખાતર ઇનપુટ સેન્ટર / વિક્રેતા પાસે ખાતરનું જથ્થો ઉપલબ્ધ ન હોય કંટ્રોલરૂમ શરૂ કરાયો

ચાલુ વર્ષ  ૨૦૨૨-૨૩ માં રવિ ઋતુમાં વાવેતર ખૂબ મોટા પ્રમાણમાં થયેલ છે. જેના પગલે હાલમાં ખાતરની જરૂરિયાત માટે ખેડૂતો અલગ અલગ ખાતર ખરીદી રહેલ છે. ખાતર ઈનપુટ સેન્ટર/ વિક્રેતા પાસે ખાતરનો જથ્થો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને બોટાદના ખેડૂતો ખાતરની રજૂઆત કરી શકે તે માટે સંયુક્ત ખેતી નિયામક શ્રી વિસ્તરણની કચેરી, ગોદાડીયા કુવા પાસે, સરદારબાગ, જૂનાગઢ વિભાગ જૂનાગઢ ખાતે વિભાગીય કક્ષાનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. કંટ્રોલરૂમ દરરોજ સવારે ૮ થી રાત્રિના ૮ કલાક સુધી કાર્યરત રહેશે. કંટ્રોલ રૂમ નો નંબર ૦૨૮૫-૨૬૩૧૬૬૯  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *