Gujarat

અમરેલી સીટી પો.સ્ટે.ના રૂ.૩૩.૬૦,૦૦૦/-ના છેતરપિંડીના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી. નાસતા ફરતા આરોપીઓ ને અમદાવાદ થી પક્ડી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનેલા હોય અને અમરેલી જીલ્લાના વણ શોધાયેલા મિલ્કત સંબધી ગુન્હાઓના ભેદ ઉકેલવા ખાસ સુચના અને માર્ગદશર્ન આપેલ હોય જે અન્વયે
અમરેલી સીટી પો.સ્ટે. A પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૨૦૭૩/૨૦૨૨ IPC ૪૦૬,૪૨૦,૪૧૮૪૨૨,૪૨૪ ૧૨૬(બી),૩૪,૧૧૪ મુજબનો ગુન્હો તા.૦૫/૦૮/૨૦૨૨ના રોજ રજી, થયેલ હોય જે ગુન્હાના કામે આરોપી નં.૧ નાઓ આદિત્ય બિરલા સનલાઈફ કંપની, માણેકપરા, અમરેલી ખાતે બ્રાંચ હેડ તરીકે તથા આરોપી નં.૦૨ આદિત્ય બિરલા સનલાઈફ કંપની, માણેકપરા, અમરેલીમાં મેનેજર તરીકે ફરીજ બજાવતા હોય જેઓને આ કામના ફરીયાદી નીવૃત થયેલ હોવાની જાણ થતા ફરીયાદીનાં નિવૃતીના રૂપિયાનું રોકાણ તેઓની આદિત્ય બીટલા સન લાઇફ કંપની, માણેકપરા, અમરેલીની બ્રાન્ચમાં કરવાનું અને તેના બદલામાં સારૂ વળતર આપવા ફરીયાદી પાસેથી તેઓની નિવૃતી સમયે આવેલ રૂપિયા તેમજ બચતના રોકડા રૂપિયા મળી કુલ રૂ.૩૩,૬૦,૦૦૦/- આદિત્ય બીરલા કંપનીમાં રોકાણ કરવા અલગ અલગ તબક્કે રોક્ડા અને ચેકથી છેતરપીંડી અને વિશ્વાસધાત કરી લઇ લીધેલ, જે રૂપિયા આરોપી નં.૧ તથા ૦૨ નાઓએ આદિત્ય બિરલા કંપનીમાં રોકવાના બદલે ફરીયાદીને પુછ્યા વિના અન્ય જગ્યાએ રોકાણ કરો ફરીયાદીના ઉપોક્ત રૂપિયામાંથી એકપણ રૂપિયો પરત આરોપી નં.૦૨ નાઓએ ગુન્હાહિત કાવતરૂ રચી, ફરીયાદી સાથે વિશ્વાસધાત નહીં આપી આરોપી નં.૧ તથા તથા છેતરપીંડી કરી, પ્રોમીસરી નોટ મુજબ ફરીયાદીને રૂપિયા કાયદેસર રીતે પાછા આપવા બંધાયેલ તેમ છતા ફરીયાદીનું અહિત કરી નુકશાન કરી, લેણા રૂપિયા ફરીયાદીને પાછા નહીં આપેલ જે અંગે ગુન્હો દાખલ થયેલ
જે અન્વયે આ ગુન્હાના કામે અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. આઇ.જેગીડા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ આરોપીઓ વિશે જરૂરી માહિતી મેળવી આરોપીઓ પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા-ફરતા હોય જેઓ અમદાવાદ ખાતે હોય તેવી હકિકત મળેલ હોય જેથી આરોપીઓ ને અમદાવાદ જઈ પકડી આરોપીઓ વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત
(૧) હિરેન હસમુખભાઇ જોષી ઉ.વ.૩૫ ધંધો-પ્રા.નોકરી હાલ રહે અમદાવાદ, ચાંદખેડા, સોનાક્રોસ રોડ, મલબેરી હેબીટેટ, ફ્લેટ નં- ૩૦૨ બી-વિભાગ, ન્યુ.સી.જી રોડ જી.અમદાવાદ મુળ રહે.ધારી, પશુદવાખાના ની પાછળ તા.ધારી જી.અમરેલી
 (૨) જીજ્ઞાબેન વા/ઓ હિરેનભાઇ રસીકભાઇ ઉનડકટ ઉ.વ.૪૦ ધંધો-પ્રા.નોકરી હાલ રહે.અમદાવાદ, નવ્વાસણા, પાંચમા માળ ફ્લેટ નં-૫૪, સારાંશ અર્થ એપાર્ટમેન્ટ, વિશાલા ચોકડી પાસે તા.જી.અમદાવાડ મુળ રહે, અમરેલી, ચિત્તલ રોડ, પરીમલ
એપાર્ટમેન્ટ તા,જી,અમરેલી
આમ, આ કામગીરી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ તથા અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી આઇ.જે.ગૌડા સાહેબના માર્ગદર્શન મુજબ અમરેલી સીટી પો.સ્ટે.ના એ.એસ.આઇ. નિકુલસિંહ કે, જાડેજા તથા પો.કોન્સ. સોયેબભાઇ ઓ, જુણેજા તથા પો.કોન્સ. વનરાજભાઇ વી. માંજરીયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20221230-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *