ગાંધીનગર
ગાંધીનગરનાં ઈન્ફોસિટીમાં આવેલા ધ રોડ સાઈડ નામના કાફેનાં સંચાલકને થર્ટી ફર્સ્ટની મોડી રાત સુધી કાફે કેમ ચાલું રાખ્યું એમ કહીને ત્રણ ઈસમોએ દોડાવી દોડાવી ઢોર માર મારતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ત્રણેય હુમલાખોરોથી બચવા સંચાલકે ઈન્ફોસિટીથી ડીએઆઇઆઇસીટી કોલેજ સુધી બચાવો બચાવોની બૂમો પાડીને દોટ લગાવી હતી. જ્યાં પણ ત્રણેય હુમલાખોરોએ તેને આંતરીને ધોઈ નાખ્યો હતો. જેનાં પગલે હેનિલ કાફેથી ડીએઆઇઆઇસીટી કોલેજ તરફ બચાવો બચાવોની બુમો પાડતો પાડતો ભાગ્યો હતો. જેને પકડવા માટે ત્રણેય ઈસમોએ ફિલ્મી ઢબે પીછો કરીને કોલેજના ગેટ પાસે હેનિલને આંતરી લીધો હતો.બાદમાં ત્રણેય ઈસમો ભેગા થઈને હેનિલને ઢોર માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન આસપાસના લોકોનું ટોળું એકઠું થઈ જતાં ત્રણેય હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી ગયા હતા. આ બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ પણ દોડી ગઈ હતી અને ઉક્ત ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


