Delhi

ટિ્‌વટરે તેના હેડક્વાર્ટરનું ભાડું પણ ચૂકવ્યું નથી?!.. શું વિમાનનું ભાડું પણ બાકી!..

નવીદિલ્હી
સાન ફ્રાન્સિસ્કોઃ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની એન્ટ્રી થઈ ત્યારથી જ તેની કંપની ટિ્‌વટર લગભગ દરરોજ હેડલાઈન્સમાં રહે છે. આ વખતે ફરી તે નવા વિવાદમાં ઘેરાઈ છે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ટિ્‌વટર પર એક કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે, તેણે ૧ લાખ ૩૬ હજાર ૨૫૦ યુએસ ડોલર (લગભગ ૧ કરોડ ૧૩ લાખ રૂપિયા)નું ભાડું ચૂકવ્યું નથી. આ કેસ ૬૫૦ કેલિફોર્નિયા ન્ન્ઝ્રમાં રહેતા મકાનમાલિક કોલંબિયા રીટ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ટિ્‌વટરે હાર્ટફોર્ડ બિલ્ડીંગના ૩૦મા માળે ભાડાનું એપાર્ટમેન્ટ લીધું છે. જાે તેઓ ૫ દિવસમાં તેનું ભાડું નહીં ચૂકવે તો તેમને પરિણામ ભોગવવું પડશે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ટિ્‌વટરે આ ભાડું ચૂકવ્યું નથી. આ પછી, કોલંબિયા રાઈટે સાન ફ્રાન્સિસ્કોની સ્ટેટ કોર્ટમાં કેસ વિશે ફરિયાદ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં, ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું હતું કે, ટિ્‌વટરે તેના હેડક્વાર્ટર અને ઓફિસનું ભાડું ઘણા સ્થળોએ અઠવાડિયા સુધી જમા કરાવ્યું નથી. જાે કે ટિ્‌વટરે આ આરોપનો જવાબ આપ્યો નથી. એ જ રીતે, અન્ય એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ટિ્‌વટર પર બે ચાર્ટર ફ્લાઇટ્‌સ માટે ભાડાની ચૂકવણી ન કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ પ્રાઈવેટ જેટ સર્વિસ ગ્રુપ ન્ન્ઝ્ર દ્વારા નોંધવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, ટિ્‌વટરના ભૂતપૂર્વ ટિફ માર્કેટિંગ ઓફિસર લેસ્લી બર્લેન્ડે ેંજી ઇં ૧ લાખ ૯૭ હજાર ૭૨૫ (લગભગ ૧ કરોડ ૬૪ લાખ રૂપિયા) ચૂકવ્યા નથી. તેણે ન્યુ જર્સીથી સાન ફ્રાન્સિસ્કોની રિટર્ન ફ્લાઈટ બુક કરાવી હતી. આ ફ્લાઈટ ગયા વર્ષે ૨૬ ઓક્ટોબરે ટોટરબોરોથી બુક કરવામાં આવી હતી. આ એ જ દિવસે એલોન મસ્કે ટિ્‌વટર ખરીદ્યું હતું. તે પહેલા ટિ્‌વટર વિવાદમાં ત્યારે આવ્યું જ્યારે સીઈઓ એલોન મસ્કે કેટલીક ઓફિસોને બેડરૂમમાં બદલી નાખી. તે ઈચ્છતો હતો કે, કંપનીના કર્મચારીઓ દિવસ-રાત કામ કરે છે. આ સમાચાર સામે આવ્યા બાદ સાન ફ્રાન્સિસ્કોના પ્રશાસને તપાસ શરૂ કરી હતી. તે જાણવા માંગતો હતો કે શું ટિ્‌વટરે કોમર્શિયલ એપાર્ટમેન્ટના કોઈપણ ભાગને રહેણાંક બનાવવા માટે અરજી કરી છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *