Gujarat

લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા પટેલવાડી વજલપરા ખાતે…સાવરકુંડલા ના ટી. બી. ના પેશન્ટને ૫૯ દદીઓને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો….

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી..પ.પુ..ભકિતરામબાપુ(માનવ મંદિર)
ડો.મિના સાહેબ (તાલુકા હેલ્થ ઓફિસર)
ડો હિરેલબેન ચાવડા(અર્બન હેલ્થ ઓફિસર)
છબીલભાઈ સુહાગિયા (યોગેશ્વર ડાયમંડ)
અષ્ટકાંન્તભાઈ સૂચક
ભાદાભાઈ પાનસુરીયા
ભનુભાઈ ડોબરીયા
મેહુલભાઈ વ્યાસ
કરશનભાઈ ડોબરીયા
(પ્રેસિડેન્ટ )
દેવચંદભાઈ કપોપરા (સેક્ટરી)ની પ્રેરક હાજરીમાં યોજાયેલ.
આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.મીના સાહેબે  સરકારશ્રીની અનેક સ્વાસ્થ્ય લક્ષી સેવાઓ અંગે વિગતો આપી હતી. અને કાર્યક્રમનાં અધ્યક્ષ માનવમંદિરના સંતશ્રી પ. પૂ. ભક્તિરામબાપુએ પણ તેમના  મનનીય પ્રવચનમાં પૈસા સત્કાર્ય માટે વપરાય એ જ યથાર્થ છે જીવનની ક્ષણભંગુરતાને પણ જીવનને સાચી રીતે જીવી માનવજીવન અન્યની ભલાઈ માટે કામ આવે તેવી રીતે જીવીને જીવનને સાર્થક કરવું એનો શુભ સંદેશ આપ્યો હતો. અંતે આ કાર્યક્રમમાં ટી.બી. ના ૫૯ દદીઓને કીટ વિતરણ કરવામાં આવ્યુ હતુ..જેના દાતાશ્રીઓ
યોગેશ્વર ડાયમંડ(છબીલભાઈ સુહાગિયા,દેવચંદભાઈ કપોપરા)
માધવ ટ્રેડર્સ (દિપકભાઈ ગઢીયા)
સાગર મશીનરી (અશ્ર્વીનભાઈ સાગર )
સરદાર પટેલ ડાયમંડ (કરશનભાઈ ડોબરીયા)
ભરતભાઈ કથીરીયા (સરપંચ નાના ભમોદ્રા)
કીટ દાતાશ્રીઓ હતા…(હાયજેનિક કીટ અને માસ્ક)
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચ તરફથી દર્દીઓને મળેલ છે.  બ્લેન્કેટ  (ધાબળો)
સ્વ પ્રાચીબેન (મહેન્દ્રભાઈ ખેતાણી) તરફથી દર્દીઓને મળેલ છે. આ કેમ્પને સફળ બનાવવામાં લાયન કમલ શેલાર,લાયન દિપક બોધરા,વિનોદ વાળા સાહેબ,લાયન ઘનશ્યામ રાદડીયા,લાયન અશોક ટાંક,લાયન પિન્ટુ વડેરા,લાયન દિવ્યેશ સંધાણી તથા લાયન્સ કલબના તમામ મેમ્બર્સ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી..

IMG-20230105-WA0010-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *