Gujarat

મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસકર્મીઓ માટે ફિટનેસ ટેસ્ટનું આયોજન કરાયું

મહેસાણા
મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે પોલીસ કર્મીઓ માટે ફિટનેસ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું. સવારે જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી પોતે ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહી ૫૦ થી વધુ ઉંમર ધરાવતા ૧૦૦ જેટલા પોલીસ કર્મીઓ સહિત અન્ય અધિકારીઓ ના ફિટનેસ ટેસ્ટ માટે ખાય આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગીએ જણાવ્યું કે પોલીસ પરેડ ગ્રોઉન્ડ ખાતે ૫૦ વર્ષથી વધારે ઉંમર વાળા પોલીસ કર્મીઓની ફિટનેસ માટે અને એમની ફિટનેસ ના અવેર માટે અવેરનેસ વધે તેમજ ડાઈટ માટે અવેરનેસ વધે આ માટે આજે સ્પેશિયલ ફિટનેસ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેવી રીતે હાલમાં ફિટ કોપના પોગ્રામ મહેસાણા જિલ્લામાં ચાલી રહ્યા છે.જેમાં જે પણ ફિટ્‌સ કોપ છે જેમાં અમારો ધ્યાન ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા પોલીસ કર્મીઓ પર છે.કારણ કે આ ઉંમરમાં પોલીસ કર્મીઓ ને બ્લડ પ્રેસર ની સમસ્યા હોય,હાર્ટની સમસ્યા હોય,એવી રીતે દરેક સમસ્યા પોલીસ ખાતામાં એક ઉંમર બાદ જાેવા મળતી હોય છે.તો એના માટે એક જાગૃતા લાવવા માટે આ ફિટ કોપનો પોગ્રામ આયોજન કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું કે આ પોગ્રામમાં ૫૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા ૧૦૦ જેટલા પોલીસ કર્મીઓ અને અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ૧૦૦ મીટર દોડ સહિત ના સ્ટેપ કરાવવા આવ્યા હતા જેના આધારે ફિટનેસમાં એક રેન્કિંગ તૈયાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ અલગ પોગ્રામમાં સન્માનિત કરવામાં આવનાર છે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *