નિસાર શેખ,મહુધા
ચારૂસેટ યુનિવર્સીટી ચાંગા ખાતે યોજાયેલી વર્કસેટ ઇવેન્ટ માં શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઇસ્કૂલ ના ત્રણ વિધાર્થીઓ શેખ આકીબ આરીફ હુસેન, શેખ અલ્તાફ , પટેલ ધાર્મિ દ્વારા રજૂ કરાયેલા સ્માર્ટ સ્પીડ બ્રેકર અને સ્માર્ટ ઝીબ્રા ક્રોસિંગ પ્રોજેક્ટ ને પ્રથમ ઈનામ મેળવ્યો છે. તેઓને ઈનામ સ્વરુપે એક હજાર રૂપિયા અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે.તે બદલ મહુધા કેળવણી મંડળના પ્રમુખ જીજ્ઞેશભાઈ પંડિત,મંત્રી મહેશભાઇ પી પટેલ, કેમ્પસ ડાયરેકટર ડૉ મહેશભાઈ જી પટેલ તથા કારોબારી સભ્યો આચાર્ય સંજયભાઈ એન પંચાલ તથા સમગ્ર એસ પી શાહ સ્ટાફ પરીવાર દ્વારા વિદ્યાર્થિઓ તથા પ્રોજેક્ટ માગૅદશૅક ભાવનાબેન બી રાણા અને ડી સી સોલંકી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


