ઊના- સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પારો ગગડયો હોય ત્યારે દરેક લોકો પોતાના ઘરે જ રેહવાનું પસંદ કરતા હોય છે. ત્યારે અમુક ગરીબ જરૂરીયાતમંદ લોકોને ઓઢવા માટે એક ગોદડી પણ નસીબમાં નથી હોતી ત્યારે ઉનાના સેવાભાવી યુવા કોળી સંગઠના પ્રમુખ અલ્પેશભાઈ કાનજીભાઇ બાંભણીયા સહીતના સેવાભાવી યુવાનો દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબ, નિરાધાર, નિઃસહાય ફૂટપાથ પર સૂતેલા પરપ્રાંતીય લોકો તેમજ ભિક્ષુક લોકોને રાત્રીના ખુલ્લામાં સુતા હોય તેવોને ઠંડીથી બચવા ધાબળા ઓઢાળી માનવતાનું ઉદાહરણ પુરૂપાડ્યુ હતુ. આમ સાચા અર્થમાં લોકસેવાની હુફથી નિરાધાર લોકોની મદદરૂપ કરતા જરૂરીયાતમંદોના ચહેરા પર ખુશી જોવા મળેલ હતી. આ કામગીરીથી લોકો પણ બિરદાવી હતી.


