દરીયાની ખાડીમાં બે ટ્રેક્ટર ખૂપી જતા ૫ કલાક બાદ પોલીસને સફળતા મળી.
ઊનાના દરીયાઇ કાંઠા વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ગે.કા. રેતી ચોરી થતી હોવાની બાતમી આધારે પોલીસ ઘટના સ્થળે પહોચતા
કાળાપાણ ગામના દરીયા કાંઠા નજીક બિનવારસી બે ટ્રેક્ટરની ટ્રોલીમાં ગે.કા. રેતી ભરેલ જોવા મળતા પોલીસે આ ટ્રોલીનો કબ્જો
લઇ ખાણખનીજ વિભાગે જાણ કરી અને ઉના પ્રાંત કચેરી મુકવામાં આવેલ છે. તેમજ બે ટ્રેક્ટરના મોરા પાણીમાં ખૂપી ગયેલ હોય
પોલીસે આ ટ્રેક્ટરને કાઢવા માટે કલાકો સુધી મહેનત બાદ પાંચ કલાકની જહેમત પછી બે ટ્રેક્ટરને પાણી માંથી બહાર કાઢવામાં
આવેલ અને તેનો કબ્જે લઇ પોલીસે ખાણખનીજ વિભાગને જાણ કરી રીપોર્ટ કરવામાં આવેલ છે.


