Gujarat

આવતીકાલે ટાઉનહૉલ ખાતે નિઃશુલ્ક આયુષ નિદાન કેમ્પનું આયોજન

આપણી પ્રાચીન ચીકીત્સા પદ્ધતિ આયુર્વેદ/ હોમિયોપેથીના સિધ્ધાંતોનું લોક માનસમાં પ્રચાર પ્રસાર થાય અને લોકો આયુર્વેદનો વધારેમાં વધારે ઉપયોગ કરી રોગ પ્રતિકારક શક્તિ વધારી રોગો સામે સાક્ષણ મેળવે તેવા હેતુથી જામનગર ટાઉનહોલ ખાતે આવતીકાલ તા.૧૦ જાન્યુઆરીના રોજ સવારે ૯:૩૦ થી ૩:૦૦ કલાક સુધી નિઃશુલ્ક આયુષ નિદાન કેમ્પનું  આયોજન જિલ્લા વિકાસ અધિકારીશ્રી જામનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે. 

આ મેળામાં ૮ સ્ટોલ ઊભા કરવામાં આવશે જેમાં આયુર્વેદ સર્વરોગ નિદાન સારવાર, હોમિયોપેથી સર્વરોગ નિદાન સારવાર, પ્રકૃતિ પરીક્ષણ/ નાડી પરીક્ષણ, સુવર્ણ પ્રાશન, પંચકર્મ/ અગ્નિકર્મ માર્ગદર્શન, યોગા માર્ગદર્શન, રોગ પ્રતિકારક ઔષધ વિતરણ, આયુર્વેદ ચાર્ટ પ્રદર્શન, સ્વસ્થવૃત માર્ગદર્શન, વૃધ્ધાવસ્થા જન્ય રોગોની ઓ. પી. ડી., ઔષધ રોપા વિતરણ, સ્વાસ્થ્યવર્ધક ઉકાળા વિતરણ, રસોડા ઔષધીય પ્રદર્શન સ્ટોલ પર આયુષ સબંધી સેવાઓ આપવામાં આવશે. તેમ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *