નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં તેજી સાથે થયોઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં પણ સુધારાનો સંચારઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,563 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.11,622 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.25 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,49,491 સોદાઓમાં કુલ રૂ.19,210.20 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7563.45 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.11622 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 63,047 સોદાઓમાં કુલ રૂ.3,680.04 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,175 અને નીચામાં રૂ.55,800 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.274 વધી રૂ.56,017ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.337 વધી રૂ.44,753 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.28 વધી રૂ.5,537ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,952ના ભાવે ખૂલી, રૂ.291 વધી રૂ.55,919ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,835 અને નીચામાં રૂ.69,391 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.280 વધી રૂ.69,435 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.297 વધી રૂ.69,413 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.295 વધી રૂ.69,412 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,542 સોદાઓમાં રૂ.2,226.55 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.3.90 વધી રૂ.208.70 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.7.95 વધી રૂ.279ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.16.05 વધી રૂ.749.85 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1.45 વધી રૂ.190ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 29,980 સોદાઓમાં કુલ રૂ.1,644.29 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,173ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,319 અને નીચામાં રૂ.6,162 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.157 વધી રૂ.6,306 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.40 વધી રૂ.326.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 272 સોદાઓમાં રૂ.12.57 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.27.50 ઘટી રૂ.1,652.50 બોલાઈ રહ્યો હતો, જ્યારે મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.18.50 વધી રૂ.1074.80 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,955.82 કરોડનાં 3,482.420 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.1,724.22 કરોડનાં 247.405 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.888.54 કરોડનાં 14,19,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.756 કરોડનાં 2,36,80,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલના વાયદાઓમાં રૂ.12.50 કરોડનાં 116.64 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,834.152 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 924.292 ટન, ક્રૂડ તેલમાં 9,05,900 બેરલ અને નેચરલ ગેસમાં 44693750 એમએમબીટીયૂ તેમ જ મેન્થા તેલમાં 500.76 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.24.75 કરોડનાં 317 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 15,612ના સ્તરે ખૂલી, 68 પોઈન્ટ વધી 15,595ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.11,622 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,133.02 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.125.01 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.8,682.57 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,675.29 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.252.54 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.73 ખૂલી, ઊપરમાં રૂ.109.60 અને નીચામાં રૂ.69 રહી, અંતે રૂ.28.80 વધી રૂ.102.10 થયો હતો. જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.350ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15 ખૂલી, ઊપરમાં રૂ.17.60 અને નીચામાં રૂ.13.95 રહી, અંતે રૂ.2.45 વધી રૂ.17.35 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.407 ખૂલી, ઊપરમાં રૂ.514 અને નીચામાં રૂ.407 રહી, અંતે રૂ.120.50 વધી રૂ.447 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,937 ખૂલી, ઊપરમાં રૂ.2,066 અને નીચામાં રૂ.1,881.50 રહી, અંતે રૂ.222.50 વધી રૂ.2,012.50 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.56,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.380 ખૂલી, ઊપરમાં રૂ.475 અને નીચામાં રૂ.351 રહી, અંતે રૂ.116.50 વધી રૂ.423.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ જાન્યુઆરી રૂ.6,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.195 ખૂલી, ઊપરમાં રૂ.216.60 અને નીચામાં રૂ.133.60 રહી, અંતે રૂ.84.80 ઘટી રૂ.138.20 થયો હતો. જ્યારે સોનું જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.170 ખૂલી, ઊપરમાં રૂ.180.50 અને નીચામાં રૂ.117 રહી, અંતે રૂ.63.50 ઘટી રૂ.141 થયો હતો. નેચરલ ગેસ જાન્યુઆરી રૂ.300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.14.75 ખૂલી, ઊપરમાં રૂ.17.45 અને નીચામાં રૂ.12.75 રહી, અંતે રૂ.4.05 ઘટી રૂ.13.15 થયો હતો. સોનું-મિની જાન્યુઆરી રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.43 ખૂલી, ઊપરમાં રૂ.54 અને નીચામાં રૂ.24 રહી, અંતે રૂ.2.50 વધી રૂ.43 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,346 ખૂલી, ઊપરમાં રૂ.2,509.50 અને નીચામાં રૂ.2,232 રહી, અંતે રૂ.199 ઘટી રૂ.2,472.50 થયો હતો.
