મુંબઇ
મુંબઇથી ગોવા જઇ રહેલા એક શિપ પર ડ્રગ પાર્ટી હોવાની માહિતી મળતા ગ્દઝ્રમ્એ રેડ પાડી હતી. ગ્દઝ્રમ્નાં ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પોતાની ટીમ સાથે આ શિપ પર હતાં. મધદરિયે ગયા પછી ડ્રગ્સ પાર્ટી શરૃ થઇ હતી. આથી ગ્દઝ્રમ્ની ટીમ એક્શનમાં આવી હતી. બોલિવૂડનાં અભિનેતા શાહરૂખનાં પુત્ર સહિત ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ શિપનું ઉદ્ઘાટન હાલમાં જ થયું હતું. લગભગ ૧૦ કલાકથી ઓપરેશન ચાલતું હતું. આરોપીઓને રવિવારે મુંબઇ લાવવામાં આવશે. ગ્દઝ્રમ્ને શિપ પરથી મોટી માત્રામાં કોકેન અને સ્ડ્ઢનો જથ્થો મળી આવ્યો છે.