Gujarat

ખામર ચોકડી પાસે દુકાનના તાળા તૂટ્યા, ૨.૯૭ લાખની ચોરી કરી તસ્કરચોર ફરાર

નર્મદા
રાજપીપળાથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલી ખામર ચોકડી પાસેની જંતુનાશક દવાઓ સહિત ખેતીના ઓજારોના વેચાણ કરતી દુકાનના તાળા તોડી રૂપિયા ૨ લાખ ૯૭ હજાર ૩૫૦ ના સાધન સામગ્રીની ચોરી થયાની ફરિયાદ આમલેથા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ચોરીનો ભેદ ઉકેલવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર ખામર ચોકડી પાસે આવેલી એગ્રી બીઝનેસ સેન્ટર નામની દુકાનના સટલનાં તાળા તોડી દુકાનમાં વેચવા માટે મુકેલી દવા છાંટવાના ૫૧ પંપો કિંમત રૂ. ૧લાખ ૨૯ હજાર ૯૪૮ રૂપિયા બોટ મશીન કિંમત ૫૪ હજાર તથા જંતુ નાશક દવાઓ કિંમત રૂ. ૧ લાખ ૧૩ હજાર ૪૦૨ મળી કુલ રૂપિયા ૨ લાખ ૯૭ હજાર ૩૫૦ નો સામાન ચોરી ચોર ફરાર થઇ ગયા હતા. દુકાનના તાળા તોડી ચોરી થયાની જાણ દુકાન માલિક યોગેશ ચીમનભાઈ પટેલને થતાં તેઓએ આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉત્તરાયણની રાત્રે થયેલી ખામર ચોકડી પાસેની જંતુનાશક દવાઓ વેચતી આ દુકાન જ્યાં આવેલ છે. તેનાથી થોડેક જ દૂર પોલીસના પેટ્રોલિંગના વાહનો સતત ઊભા રહેતાં હોય છે. તેમજ ચોકડી પર બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે. તો શું કડકડતી ઠંડીનો લાભ લઇને ચોરટાઓ પોલીસને હાથતાળી આપી ગયા !

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *