જાફરાબાદ તાલુકાના નાનકડા કડીયાળી ગામમાંથી એક ગરીબ પરિવાર કે જેના કુટુંબમાં કોઈ સભ્યો ચાર ચોપડી પણ ભણયુ નથી તેવા પરીવાર માંથી એક યુવાન ભરતભાઇ મનુભાઇ મકવાણા આજ થી છ મહીના પહેલા બી.એસ.એફ ની ટ્રેનીંગ માં ગયેલા તેઓ ની ટ્રેનીંગ પુણૅ થતાં આજે સવારે કડીયાળી ખાતે પહોંચતાં જ તેમનું ભવ્ય થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામની મુખ્ય બજારોમાં માં ધોડા ઉપર બેસી સોભાયાત્ર દ્વારા પોતાના ઘરે પહોંચ્યા હતા…..
આ શોભાયાત્રા ગુજરાત ના વિખ્યાત ગેલ અંબે માતાજીના મંદિર થી વિશાળ સંખ્યામાં નીકળી રામજી મંદિર થય મુખ્ય બજારોમાં થરને પોતાના ઘરે પહોંચી હતી જેમાં જાફરાબાદ ઉપરાંત ઉના રાજુલા મહુવા ભાવનગર જેવા શહેરોમાથી મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા….
તેમજ જાફરાબાદ તાલુકાના તમામ ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા વિશેષ અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ કરણભાઈ બારૈયા આ વિસ્તારના પુવૅ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકી જાફરાબાદ કોળી સમાજ પટેલ મનહરભાઈ બારૈયા તેમજ તેમની ટીમ પણ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પણ આ યુવાન નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગત કાર્યક્રમ સફળ બનાવવા છેલ્લા પંદર દિવસથી મહેનત કરતા કડીયાળી ના આગેવાનો સવજીભાઇ મકવાણા જાદવભાઇ સોલંકી રાણાભાઇ મકવાણા જિલુભાઇ મકવાણા તથા મનુભાઇ મકવાણા ગોવિંદભાઈ મકવાણા ની સતતં મહેનતથી સફળ બનાવવા મા આવ્યો હતો….
નાગેશ્રી જીલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ ભીલ. અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લા યુવા પ્રમુખ રમેશભાઈ પરમાર. જાફરાબાદ કોગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ બારૈયા. જાફરાબાદ તાલુકા પંચાયત ઉપપ્રમુખ હિંમતભાઈ સોલંકી. બાબરકોટ તાલુકા પંચાયત સદસ્ય કરશનભાઈ પરમાર. અમરેલી જિલ્લાના મધ્ય સહકારી બેંક ડિરેક્ટર યોગેશભાઈ બારૈયા. બાબરકોટ કોળી સમાજ અગ્રણી નાનુભાઈ શિયાળ. કોળી સમાજ યુવા આગેવાન વિક્રમભાઈ સાખટ. કોળી સમાજ અગ્રણી સીધરભાઈ શિયાળ. કોળી સમાજ અગ્રણી સામતભાઈ મકવાણા. બાબરકોટ પુર્વ તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ મકવાણા. રોહિસા તાલુકા પંચાયત સદસ્ય જીતુભાઈ મકવાણા. તેમજ રાજુલા જાફરાબાદ તાલુકાના સરપંચો અને તાલુકા પંચાયત ના સદસ્ય જીલ્લા પંચાયત સદસ્ય તેમજ કોળી સમાજ ના આગેવાન હાજર રહ્યા હતા…


