તમાકુ અને સિગારેટના વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર સહીત ૧૮ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૯ દુકાન ધારકો પાસેથી રૂ.૪૧૦૦ નો દંડ વસુલ કરાયો.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જીલ્લા ક્લેકટર બી. એ.શાહ અને જિલ્લા વિકાસ અધિકારી પી. ડી.પલસાણા અને આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.કનોરીયાની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે.તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સધન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈ આજરોજ તા.૧૭/૧/૨૦૨૩ ના રોજ રાણપુર શહેરમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે ૧૮ સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૯ જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.૪૧૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ હતો.જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિનેતમાકુ નું વેચાણએ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના સિગારેટસ અને તમાકુર્ની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ.બીડી,બીસ્ટોલ/સિગારેટના પેકેટ ઉપર ૮૫% ભાગમાં“તમાકુ જીવલેણ છે.તમાકુના સેવનથી કેન્સર થાય છે.”તેવું સચિત્ર ચેતવણી અને શાળાની આજુ બાજુમાં તમાકુ વેચાણ પ્રતિબંધિત જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ એ બાબતો આવરી લેવામાં આવી હતી.આ કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.અજય ઝાંઝરૂકીયા,નાયબ મામલતદાર બી.પી.રાણા અને PSI એસ.જી. સરવૈયા,ASI હીરેનદાન ગઢવી દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


