Maharashtra

બેંગ્લોરે પંજાબને છ રનથી હરાવ્યું

મુંબઈ
વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે રવિવારે રમાયેલા આઇપીએલના ડબલ હેડરના પ્રથમ મુકાબલામાં પંજાબ કિંગ્સને છ રનથી હરાવીને પ્લે ઓફમાં સ્થાન નિિૃત કરી લીધું હતું. શારજાહમાં રમાયેલા આ મુકાબલામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કનાર બેંગ્લોરે ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલના આક્રમક ૫૭ રનની મદદથી સાત વિકેટે ૧૬૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેના જવાબમાં પંજાબની ટીમ ઓપનર મયંક અગ્રવાલે ૫૭ રનની ઇનિંગ રમી હોવા છતાં છ વિકેટે ૧૫૮ રન બનાવી શકી હતી. બેંગ્લોરના લેગ સ્પિનર ચહલે ૨૯ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ૩૩ બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને ચાર સિક્સર ફટકારનાર મેક્સવેલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બેંગ્લોરની ટીમ વર્તમાન સિઝનમાં પ્લે ઓફ માટે ક્વોલિફાય થનાર ત્રીજી ટીમ બની ગઇ છે. બેંગ્લોરની ટીમ ૧૨ મેચમાં આઠ વિજય સાથે ૧૬ પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. બીજી તરફ પંજાબની ટીમે ૧૩ મેચમાં આઠમો પરાજય મેળવ્યો હતો અને તે હવે પાંચમા ક્રમે છે. તેના માટે પ્લે ઓફ માટે ક્વોલિફાય કરવું ઘણું મુશ્કેલ બન્યું છે. કેટલીક અન્ય ટીમોના જાે અને તોના પરિણામ દ્વારા જ તે પ્લે ઓફમાં પહોંચી શકે છે. રનચેઝ કરનાર પંજાબ માટે સુકાની લોકેશ રાહુલ (૩૯) અને અગ્રવાલે પ્રથમ વિકેટ માટે ૯૧ રનની ભાગીદારી નોંધાવીને આક્રમક શરૃઆત કરી હતી પરંતુ આ જાેડી તૂટયા બાદ પંજાબ ધીમે ધીમે બેકફૂટ ઉપર ધકેલાઇ ગઇ હતી. આ પહેલાં મેક્સવેલ ઉપરાંત બેંગ્લોરની ઇનિંગમાં કોહલીએ ૨૫, દેવદત્ત પડિક્કલે ૪૦ તથા ડીવિલિયર્સે ૨૩ રન બનાવ્યા હતા.

Maxwell-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *