સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
પ્રભાતફેરી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા સુભાષબાબુના યોગદાનને યાદ કરતા વિદ્યાર્થીઓ_.
——————————————————————–આજરોજ કે કે હાઈસ્કૂલ – સાવરકુંડલામાં સુભાષચંદ્ર બોઝની માનભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કે કે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાતફેરી કાઢવામાં આવી હતી. નૂતન કેળવણી મંડળમાંથી શ્રી ગુણવંતભાઈ ત્રિવેદી અને સાવરકુંડલા શહેરના પત્રકાર બિપીનભાઈ પાંધી ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી ખડદીયાસાહેબે પ્રસંગને અનુરૂપ પૂર્વભૂમિકા બાંધી આપી હતી. ત્યારબાદ શ્રી ગુણવંતભાઈ ત્રિવેદીએ પ્રસંગોચિત ઉદબોધન કરીને પ્રભાતફેરીને પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રભાતફેરીમાં શાળાના આચાર્યની સાથે શાળાનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો. વિવિધ પ્રકારના બેનર અને સ્લોગનની સાથે વિદ્યાર્થીઓએ ઉત્સાહથી નારાઓ બોલાવ્યા હતા. સાવરકુંડલાનાં રઘુવંશી અગ્રણી અને અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળાએ પણ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી. પ્રભાતફેરી પૂર્ણ થયા બાદ ગીત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે શ્રી ચેતનભાઇ ગુજરીયા અને શ્રી ભારતીબેન ચુડાસમાએ ફરજ બજાવી હતી. ઉપરોક્ત સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઈનામોથી પ્રોત્સાહિત કરવા માટે પ્રાર્થના ખંડમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ગીત સ્પર્ધામાં નેન્સીબેને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી અલગ અલગ આપવામાં આવ્યા હતા. જેમાં ચિત્ર સ્પર્ધા માધ્યમિક વિભાગમાંથી પ્રથમ સોરઠીયા સાનિયા, દ્વિતીય ઝાંખરા સાકિન, તૃતીય હારેજા આકાશ તેમજ ચિત્ર સ્પર્ધા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી પ્રથમ જાદવ દિશા, દ્વિતિય ચોટલીયા ધ્રુવી, તૃતીય કોઠારી નેન્સી અને દાફડા મોહિત – આ પ્રમાણે નંબર પ્રાપ્ત કર્યા હતા. વક્તૃત્વ સ્પર્ધા ની વાત કરીએ તો માધ્યમિક વિભાગમાંથી પ્રથમ ખરેડિયા અહાના, દ્વિતીય વેલારી મનન, તૃતીય પાટણવાડીયા માનસી – આ પ્રમાણે નંબર મેળવ્યા હતાં. વક્તૃત્વ સ્પર્ધા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી પ્રથમ મકવાણા મોનિકા, દ્વિતીય હરીયાણી નિકુંજ, તૃતીય કોઠારી નેન્સીએ નંબરો પ્રાપ્ત કર્યા હતાં. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષકશ્રી જાગૃતભાઈ દવેએ કર્યું હતું. તેમજ શાળાના શિક્ષકશ્રી ચેતનભાઇ ગુજરીયા દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ અને સમગ્ર સ્ટાફના સહયોગથી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિની માનભેર ઉજવણી કરવામાં આવી હતી. અને અંતે ઉજવણીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.


