Gujarat

ગોધરાની શેઠ પી.ટી.આર્ટસ કોલેજ ખાતે સાયન્સ પ્રદર્શનનુ આયોજન કરાયુ

પંચમહાલ
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન ગોધરાની શેઠ પી.ટી આર્ટ એન્ડ સાયન્સ કોલેજ ખાતે સાયન્સ વિભાગના માઈક્રોબાયોલોજીના વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીએસસી અને એમએસસીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં બીએસસી વિભાગના બીજા અને ત્રીજા વર્ષના અને એમએસસી વિભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ગોધરાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ પ્રદર્શન જાેવાનો લાભ લીધો હતો. ગોધરાની શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના બીએસસી અને એમએસસીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા સાયન્સના પ્રોજેક્ટના પ્રદર્શનમાં ગોધરાની મહેતા, રોટરી, ઈકબાલ, ડિવાઇન પ્લાઝમા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહી સાયન્સ પ્રદર્શનને નિહાળ્યું હતું. ગોધરાની શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે યોજાયેલ બે દિવસીય સાયન્સ પ્રદર્શનને સફળ બનાવવા માટે કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ બી પટેલ અને વિભાગીય વડા ડો.પ્રસન્નાબેન ધરણી ઐયરે ભારે જહેમત ઉઠાવી વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ બનાવવા માટે ખૂબ જ મહેનત કરાવી હતી.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *