ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના તેમજ રાજ્ય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે સબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ કર્મચારીઓ રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૨૨૨૦૦૧૦/૨૦૨૨ પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ,ઇ), ૮૧, ૯૮(૨) મુજબના ગુનામાં છેલ્લા એક વર્ષથી રાજ્ય બહારનો પકડવાનો નાસતો-ફરતો આરોપીને રંગપુર ગામે બજાર પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


