Gujarat

ધોરાજીમાં રાજાશાહી યુગની સરકારી હોસ્પિટલ ફેરવાઈ કાટમાળમાં : રીનોવેશન ચડ્યું ટલ્લે ?

રાજવીકાળની હોસ્પિટલને બેઠી કરવા તંત્રની કાચબા ગતિ : સંબંધિત કોન્ટ્રાકટર દ્વારા લાખો રૂપિયાનું લાકડું સગેવગે કરાયાનો ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ
જેતપુર,
એક બાજુ સરકાર  રાજવીકાળના હેરિટેજ બિલ્ડીંગોની જાળવણીની વાતો કરે છે.તો બીજી તરફ ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીના જન્મસ્થળ એવા રાજકોટના ધોરાજી શહેરમાં લોકોની સુખાકારી માટે ગોંડલ નરેશ  મહારાજા સર ભગવતસિંહજીએ પોતાના સાશનકાળ દરમિયાન બંધાવેલ સરકારી હોસ્પિટલનું બિલ્ડીંગ આજે ખંઢેર બની રહ્યું છે
 ધોરાજી શહેરની સરકારી હોસ્પિટલની તો રાજાશાહી યુગમાં ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગતસિંહજીએ વિશાળ સરકારી હોસ્પિટલના બિલ્ડીંગનું નિર્માણ કરાવ્યું હતું. લોકોની આરોગ્યની સુખાકારી માટે ગોંડલ રાજવીએ બંધાવેલ સરકારી હોસ્પિટલનું બિલ્ડીંગ આજે હોસ્પિટલમાં નવા બંધાયેલા બિલ્ડીંગને લઈ ખંઢેર બનવાની સાથે ધૂળ ખાતું જોવા મળે છે.
 ધોરાજી હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં સંકડાણની સાથે દર્દીઓને પરેશાની ભોગવવી પડતી હોવાથી લોકો દ્વારા રાજવીકાળના જૂના બિલ્ડીંગને રીપેરીંગ કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે. તેમ છતા લોકોની માંગ તંત્રના બહેરા કાને અથડાઈને પછી ફરે છે.
જાણકારો કહે છે કે, ધોરાજી સરકારી હોસ્પિટલનું નવુ બિલ્ડીંગ આધુનિક સાધનો, ડાયાલીસીસ સેન્ટર,ફીજીયો સેન્ટર,પ્રસુતા ગૃહ સહિતની અનેક સુવિધાથી સજ્જ હોવા છતા દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે.
તે  કારણે ધોરાજીના સામાજિક રાજકીય આગેવાનો દ્વારા ગોંડલ રાજવીએ બંધાવેલ જૂના બિલ્ડીંગને રીનોવેશન કરીને સ્લેબ ભરીને ફરી કાર્યરત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
તેમ છતા કોરોનાકાળ દરમિયાન હોસ્પિટલના રાજવીકાળના બિલ્ડીંગની સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પરંતું જાણે તંત્રએ કુલડીમાં ગોળ ભાંગી લીધો હોય તેમ કોન્ટ્રાક્ટર જ હોસ્પિટલનો કાટમાળ ઉતારીને રફૂચક્કર થઈ જતા આજે રાજવીકાળનું સરકારી  હોસ્પિટલનું બિલ્ડીંગ ખંઢેર બનતું જોવા મળી રહ્યું છે.
બોક્સ : ધોરાજી સરકારી હોસ્પિટલના રાજવીકાળના ખંઢેર બની રહેલા બિલ્ડીંગને લઈ ને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તો સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યુ હતુ કે છેલ્લા બે વર્ષથી સરકારી હોસ્પિટલમાં રાજવીકાળના બિલ્ડીંગનું રીનોવેશન અને નવાકામ માટેના ટેન્ડોરો સુધીની કામગીરી થઈ હતી. અને ટેન્કરમાં રાજવીકાળના બિલ્ડીંગના લાખોના બર્માટીક સાગના લાકડાનો ઉલ્લેખ ન હોવા છતા કોન્ટ્રાક્ટરે લાખોનું લાકડું ચોરીને વહેંચી માર્યુ હોવાના આક્ષેપો કર્યા છે.તેમ છતા હોસ્પિટલના બિલ્ડીંગનું રીનોવેશન કાર્ય આજદિવસ સુધી પૂર્ણ થયેલ નથી…નહી તો કોન્ટ્રેક્ટ સામે પગલા ભરવામાં આવ્યા નથી.ધોરાજીના લોકોની આરોગ્ય સુખાકારીનો આ પ્રશ્ર્ન ફરિયાદ સંકલન સમતિથી લઈને વિધાનસભા સુધી ગાજ્યો હોવા છતા પણ તંત્ર દ્વારા પગલા ભરવામાં આવતા નથી.ત્યારે ધોરાજી સરકારી હોસ્પિટલના રાજવીકાળના બિલ્ડીંગનું રીનોવેશન કાર્ય ખૂદ ભ્રષ્ટાચારના ખાટલે પડ્યું હોવાના સવાલો ઉઠ્યા છે
ફોટો હરેશ ભાલીયા

IMG_20230124_191324.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *