Gujarat

ઊના દેલવાડા રોડ પર ટ્રીપલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મોત..

અજાણ્યા રીક્ષા ચાલકે હડફેટે લેતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી…

ઉના દેલવાડા રોડ ઉપર આવેલ શાહ એચ ડી હાઇસ્કુલ નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં અજાણ્યા રીક્ષા ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા યુવાનને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે જુનાગઢ રીફર કરેલ હોય સારવાર બાદ તેમનું મોત નિપજ્યુ હતું.

અંગેની જાણવા મળતી વિગતો મુજબ તા ૨૦ જાન્યુ.૨૦૨૩ના ખત્રીવાડા ગામે રહેતો રવજીભાઇ બિજલભાઈ ચુડાસમા ઉ.વ.22 આ યુવાન પોતાની બાઈક નં.જીજે. ૧૧બીડી ૭૨૭૦ પર દેલવાડા થી ઉના તરફ આવતો હતો. ત્યારે શાહ એચ ડી હાઇસ્કુલ નજીક એક અજાણયો છકડો રીક્ષા,બાઇક તેમજ કાર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયેલ હતો. જેમાં અજાણ્યો રીક્ષા ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક સવાર રવજીભાઇ ચુડાસમાને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. અને ઇમરજન્સી ૧૦૮ને જાણ કરતા તાત્કાલિક ખાનગી હોસ્પીટલે ખસેડવામાં આવેલ જ્યા તેમની હાલત નાજુક હોવાથી વધુ સારવાર માટે જુનાગઢ રીફર કરવામાં આવેલ હતો. ત્યાંથી વધુ સારવાર માટે આજે નજીકની હોસ્પીટલે લઇ જવાતો હોય એ દરમ્યાન તેમનું મોત નિપજ્યુ હતું. આ બનાવથી તેમના પરીવારજનોમાં ભારે શોક પ્રસરી ગયેલ હતો. અને ઉના સરકારી હોસ્પીટલે પીએમ અર્થે ખસેડવામાં આવેલ ત્યાં તેમના પરીવારજનો તેમજ ગામના સરપંચ સહીત દોડી ગયા હતા..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *