Gujarat

બોટાદમાં ૮ વર્ષની ફુલ જેવી બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા નિપજાવનાર નરાધમને ફાંસીની સજા આપો…

દેવી પુજક સમાજ તેમજ હિન્દુ યુવા સંગઠન ભારત દ્રારા રેલી કાઢી આવેદન પત્ર પાઠવ્યું..

ઊના – બોટાદમાં ૮ વર્ષની બાળકી પર નરાધમ શખ્સે દુષ્કર્મ આચરી હત્યા નિપજાવનાને કડકમાં કડક સજા તથા ફાંસીની સજા કરવાની માંગ સાથે ભારે આક્રોશ ફેલાય ગયેલ હોય આ બાબતે દેવી પુજક સમાજના પ્રમુખ નાનજીભાઇ પરમાર તેમજ હિન્દુ યુવા સંગઠન ભારત, તથા રામજીભાઇ પરમાર, અજયભાઇ બાંભણીયા, મહેશભાઇ બારૈયા સહીતના દેવી પુજક સમાજના યુવાનો મહીલાઓ દ્રારા ત્રિકોણ બાગ ખાતે એકત્ર થઇ રેલી કાઢી નરાધમને ફાંસી આપોના સુત્રોચાર સાથે ના.કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.

ગત તા.૧૫ જાન્યુ ૨૦૨૩ ના બોટાદ શહેરના ગવાનપરા વિસ્તારમાં ૮ વર્ષની બાળકી સાથે સામુહીક દુષ્કર્મ આચરી કરૂણ હત્યા નિપજાવી હોવાનો ચોકાવનાર બનાવ બનેલ આ બાબતે ઉના તાલુકા સમસ્ત હિન્દુ સમાજ અને હિન્દુ દેવી પુજક સમાજ દ્રારા બોટાદ જ્યુઢશ્યલ એરીયા હેઠળ બનાવની ગંભીરતા ધ્યાને લઇ કાયદોને વ્યવસ્થા ખુલ્લે આમ ઘેરા અને તિવ્ર પ્રત્યાઘાત બોટાદ જીલ્લા તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં પડેલ છે. જેથી માત્ર ૮ વર્ષની ફુલ જેવી બાળકી પર દુષ્કર્મ કરનાર વિરૂધ્ધ કાયદાકીય સખ્તમાં સખ્ત મૃત્યુ આજીવન કેદની સજા તેમજ ફાંસીની સજા આપવા ગ્રૃહ મંત્રી અને કાયદાકીય વિભાગ દ્રારા આપવામાં આવે તેવી હિન્દુ યુવા સંગઠન ભારત, સમસ્ત હિન્દુ સમાજ અને હિન્દુ દેવી પુજક સમાજ દ્રારા ના.કલેક્ટરને લેખિત રજુઆત કરી હતી.

-વર્ષની-ફુલ-જેવી-બાળકી-પર-દુષ્કર્મ-આચરી-હત્યા-નિપજાવનાર-નરાધમને-ફાંસી-આપો-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *