Gujarat

સુરતમાં ખૂબસુરત નજારો, ધરતી પર ઉતર્યું સ્વર્ગ ‘સુરત અને સિરત બંને હોય ખુબસુરત’

– નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ

સુરતના નિરંકારી ભક્તો માટે મંગળવારનો દિવસ શુભ સાબિત થયો.લોકોને આધ્યાત્મિકતા અને માનવતાનો સંદેશ આપવા સુરતની ધરતી પર પ્રથમવાર આવેલા નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમીતજીના દર્શન કરીને ભક્તો ખુશીથી નાચી ઉઠ્યા હતા.સુરતનો નજારો સુંદર લાગી રહ્યો હતો, જાણે ધરતી પર સોનુ ઉતરી આવ્યું હોય એવું લાગતું હતું.આ નિરંકારી સંત સમાગમનો પ્રસંગ હતો,જ્યાં મંગળવારે સુરતનું  યુનિવર્સિટી એક્ઝિબિશન મેદાન શ્રદ્ધા-ભક્તિ અને પ્રેમનું સાક્ષી બન્યું હતું.અનેક જગ્યાએથી પધારેલા ભક્તોની સામાજીક વિવિધતા છતાં એકતાની ઝલક રજૂ કરી રહ્યા હતા.

બ્રહ્મજ્ઞાનના મહત્વ પર પ્રકાશ આપતા સદગુરૂ માતાજીએ કહ્યું કે બ્રહ્મજ્ઞાનની દિવ્ય રોશની તમામ ભ્રમોનો નાશ કરે છે.જ્ઞાનના દૈવિક પ્રકાશ દ્વારા પરમાત્માની જાણકારી કર્યા પછી જીવનમાં જે વિવિધ પ્રકારની ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે કે જે આપણને ભટકવાનું કારણ બને છે તેને દૂર કરીને ઈશ્વર સાથે એકમેક કરે છે,ત્યારબાદ સામાન્ય માનવનું જીવન સંત જેવું બની જાય છે અને તે પ્રેમ વધારવાનું જ શીખવે છે.તેમણે સુરત શહેરનું વર્ણન કરતાં કહ્યું હતું કે સુરત અને સિરત બંને ત્યારે જ સુંદર બનશે જ્યારે આધ્યાત્મિકતા અને માનવતાનો સંગ હશે.

આપણે દેખાડો ન કરવો જોઈએ.ગમે તેવી પરિસ્થિતિ આવે તેમછતાં આપણી મનઃસ્થિતિ એકસરખી હોવી જોઈએ.નકલી અને અસલી ફૂલ દેખાવમાં સરખા દેખાય છે પણ સુગંધ તો સાચા ફૂલમાંથી જ આવે છે અને તેના ઉપર જ પતંગિયું બેસે છે,કહેવાનો અર્થ એ છે કે આપણું જીવન અંદર અને બહારથી એક સમાન હોવું જોઈએ.કોઈ પણ પ્રકારનો ઢોંગ ના હોવો જોઇએ.બહારથી બધા ઉપર પ્રેમ વરસાવી રહ્યા હોઇએ પણ અંદરથી ઈર્ષ્યાનો ભાવ ના હોવો જોઇએ.આપણે સંતો જેવું જીવન જીવવાનું છે કે જેમની મનઃસ્થિતિ હંમેશા એકસરખી રહે છે,જેઓ દરેક પ્રાણીમાત્રમાં ઈશ્વરનું સ્વરૂપ જોઈને દરેક સાથે પ્રેમ કરે છે.

સુરતના ઝોનલ ઇન્ચાર્જ શ્રી ઓંકારસિંહજીએ સદગુરૂ માતાજી પ્રત્યે હૃદયના ભાવથી આભાર પ્રકટ કર્યો તથા પ્રશાસન અને સ્થાનિક સજ્જનોના સહકાર બદલ ધન્યવાદ આપ્યો હતો.આ સંત સમાગમમાં મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર,રાજસ્થાન તથા ગુજરાતના અનેક ગામો અને શહેરોથી હાજર રહી સંતોની અનુભવજન્ય વાણી,ભક્તિ રચનાઓ તથા ગુરૂવચનામૃતનો લાભ લીધો હતો.

Surat-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *