*યાત્રિકો ને મંદિરના અંદર મોબાઈલ લઈને પ્રવેશી શકશે નહીં ફોટોગ્રાફી કરનાર પર કાર્યવાહી થશે*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં મોબાઈલ લઈ જવા પ્રતિબંધ સઘન સુરક્ષા હેઠળ મંદિરમાં ફોટોગ્રાફી કરનાર પર કાર્યવાહી થશે મોબાઈલ મંદિર બહાર મૂકી જવું હિતવહ રહેશે યાત્રિકોને મંદિરમાં ફોટોગ્રાફી કરવા ઉપર પ્રતિબંધ અંબાજી મંદિર પરિસરમાં યાત્રાળુઓનો મોબાઈલ લાવવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમ છતાં ગેટ નં.૭ તથા ગેટ નં.૯ થી યાત્રાળુઓ ઘ્વારા મોબાઈલ સાથે પ્રવેશ કરીને ચાચરચોક તથા ગર્ભગૃહની ફોટોગ્રાફી કરવામાં આવે છે તેવી બાબત માલુમ પડેલ છે. તેમજ અન્ય યાત્રાળુઓ ઘ્વારા પણ મંદિર પરિસરમાં મોબાઈલ વપરાશ કરવાના કારણે વારંવાર ફરીયાદો કરવામાં આવેલ છે. જેથી તમોને તાકીદના પત્રથી જણાવવામાં આવે છે કે, શકિતઘ્વાર, ગેટ નં.૭, ગેટ નં.૮ તથા ગેટ નં. ૯ પ્રવેશ આપવામાં આવતા તમામ યાત્રાળુઓની યોગ્ય ચકાસણી કરી મોબાઈલ સાથે પ્રવેશ ન આપવા તથા સમગ્ર મંદિર પરિસર તથા સભામંડપ, નૃત્યમંડપની કોઈપણ યાત્રાળુઓ ઘ્વારા મોબાઈલનો વપરાશ કે ફોટોગ્રાફી ન કરે તેની ખાસ તકેદારી રાખવા સુચના આપવામાં આવે છે. તેમજ હવે પછી કોઈપણ યાત્રાળુ ઘ્વારા મંદિર પરિસરમાં મોબાઈલનો ઉપયોગ કરતો માલુમ પડશે તો આપની સામે જરૂરી પગલા લેવામાં આવશે. જેની ગંભીર નોંધ લેશો. આવો આદેશ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ વહીવટદાર દ્વારા કરવામાં આવેલ છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


