Gujarat

માંગરોળમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા પ્રથમ સમુહ લગ્નોત્સવ નુ ભવ્ય આયોજન કરાયુ… ૧૧ યુગલોએ પ્રભુતામાં પગલા ભર્યા.

જુનાગઢ ના માંગરોળમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા પ્રથમ શાહી સમુહ લગ્ન સમારોહ નુ આયોજન કરવામા આવ્યુ માંગરોળ ભોઈ સમાજ સમુહ લગ્ન મંડળ દ્વારા બહારગામ ભોઈ સમાજના આગેવાનો દાતાઓના તન મન ધન ના સહયોગ થી માંગરોળમાં પ્રથમ વાર ૧૧ નવદંપતિઓ ની જોડીઓ સાથે શાહી સમુહ લગ્ન સમારોહનુ ભવ્ય આયોજન કરાયુ જેમા દિકરીઓને સોના ચાંદી ફર્નિચર ઈલેક્ટ્રિક વસ્તુઓ સહીતનો તમામ પુરતો કરિયાવર પણ આપવામાં આવેલ   તેમજ આ સમુહ લગ્નોત્સવ સાથે દાતાઓ નુ પણ વિષેશ સત્કાર સમારંભ સાથે જ્ઞાતિઓના તારલાઓનુ પણ સન્માન કરવામાં આવ્યુ હતું આર્શીવચન અવસરે માંગરોળ સહીત જુનાગઢ કેશોદ પોરબંદર ધોરાજી અમદાવાદ મુંબઈ સહીતના ગામો થી ભોઈ સમાજના પેટા પંચો આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, પત્રકાર સંઘ પ્રમુખ જીતુભાઇ પરમાર નિતીનભાઈ પરમાર સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામા લોકો સહીત આજુબાજુ ના ધાર્મીક સામાજીક રાજકીય સંસ્થાઓ ના અનેક આગેવાનો ઉપસ્થિત રહી પ્રભુતા મા પગલા પાડનાર અગિયાર નવયુગલો ને આશિર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી હતી. આ ભગીરથ પાવન અને કલ્યાણકારી કાર્યમાં સમસ્ત ભોઈ સમાજ પ્રમુખ મહેન્દ્રભાઈ જેઠવા  સહીત આગેવાનો ટ્રસ્ટીઓ તેમજ બારગામ સમાજ ના યુવા મિત્રમંડળો દ્વારા ભારે જહેમત ઉઠાવી સમુહ લગ્ન સમારોહ ના પ્રથમ આયોજનને ખુબજ સુંદર રીતે સફળ બનાવ્યો હતો,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

20230127_171215.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *